ગિરનાર રોપ-વેનું વડાપ્રધાન કરશે લોકાર્પણ

ગિરનાર રોપ-વેનું વડાપ્રધાન કરશે લોકાર્પણ
Spread the love

ગાંધીનગર : ગુજરાતના આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતોને લગતા વિવિધ પ્રકલ્પોનો દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.૨૪મી ઓક્ટોબરે દિલ્હીથી વર્ચ્યુઅલી શુભારંભ કરાવશે એવું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના સૌથી મોટા રોપ વે-ગિરનાર રોપવેનું પણ આ જ દિવસે લોકાર્પણ કરાશે. ગિરનારની ટોચ પર આવેલા ભગવાન દત્તાત્રેયના દર્શન માટે ૧૦ હજારથી વધુ પગથિયા ચડીને જવું પડતું હતું.

એમાંથી યાત્રિકો-વૃદ્ધો, બાળકોને મુક્તિ મળશે અને રોપવે દ્વારા દર્શનનો લાભ લઇ શકશે. સાથે સાથે ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયન જોવા માટે લાખ્ખો પર્યટકો દર વર્ષે ગુજરાત આવે છે તેમના માટે પણ આ રોપવેનું નવું નજરાણું આહ્લાદક બની રહેશે. રોપ વે દ્વારા ગિરનારના જંગલને જોવાનો અનેરો લહાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે જેના લીધે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે.

નાયબ મુખ્ય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન. મહેતા હાર્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટને રૂા. ૪૭૦ કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. જેમાં હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ૮૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે.

ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બીમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઊભી કરાઇ છે જેનું લોકાર્પણ વડા પ્રધાન દ્વારા કરાશે. આ ઉપરાંત પ્રથમ તબક્કામાં પાટણ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના અંદાજે બે થી ત્રણ હજાર ગામડાંઓના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી પૂરી પાડતી “કિસાન સૂર્યોદય યોજનાનો પણ આ જ દિવસે વડા પ્રધાન દ્વારા શુભારંભ કરાવાશે.

content_image_94fd6532-37ab-4224-b034-ef3c7e851036.gif

Right Click Disabled!