માત્ર અઢી કલાકમાં 21.32% મતદાન કેવી રીતે થયું તેનો પંચ ખુલાસો કરે…!

ચૂંટણીમાં રાજય ચૂટણી પંચના સત્તાવાર ડેશ બોર્ડ પર બપોરે 3.30 કલાકે 26.38 ટકા મતદાન થયું હોવાના આંકડા જાહેર કર્યા હતા પણ તે પછીના અઢી કલાકમાં એકાએક મતદાન 21.32 ટકા વધ્યું હતું. તેનો અર્થ એ થયો કે દર 22.5 સેકન્ડે 1 મત કેવી રીતે પડયો તેની સ્પષ્ટતા ચૂંટણી પંંચ જાહેર કરે તેવી માગ કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડૉ.મનિષ દોશીએ કરી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા દોશીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, દરેક પોલીંગ બુથ પર સરેરાશ 1000 આસપાસ મતદાતાની ગણતરી પ્રમાણે અઢી કલાકમાં 400 મત પડયા. મતદાન મથકો ખાલી હોવા છતાં બપોર પછીના સમયમાં દર 22.5 સેકન્ડે 1 મતનું મતદાન થયું હોવાનું ચૂંટણી પંચના આકડા બતાવે છે.
