નવરાત્રી આરાધનાનો બીજો દિવસ, આજે માતાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા-અર્ચના

નવરાત્રી આરાધનાનો બીજો દિવસ, આજે માતાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા-અર્ચના
Spread the love

જીવણપુર : બ્રહ્મચારિણીનો અર્થ બ્રહ્મ મતલબ તપસ્યા અને ચારિણી મતલબ આચરણ થાય છે,માતાએ શિવજીને પતિ તરીકે પામવા ઘોર તપસ્યા કરી હતી, તે કારણે માતાનું આ સ્વરુપ બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે.માતા બ્રહ્મચારિણીના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડલ ધારણ કરેલું હોય છે. માતા બ્રહ્મચારિણીને તપશ્ચારીની,અપર્ણા અને ઉમા તરીકે પણ પૂજવામાં આવે છે.

માતા બ્રહ્મચારિણીની આરાધના કરવાથી દરેક મુશ્કેલી દુર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે તેમજ વિજય પ્રાપ્તી થાય છે.માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી તપ,ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે.અને માતાનું આ સ્વરુપ મંગળ ગૃહનું સ્વામી છે, માટે માતાના આ સ્વરુપ ની પૂજા કરવાથી કુંડળી માંથી મંગળ દોષનો પ્રભાવ દુર થાય છે. વિદ્યાર્થી ઓને વિદ્યા પ્રાપ્તિમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જાપ મંત્ર : ” ओम देवी ब्रह्मचारिण्यै नमः॥”

યોગેશ પટેલ (અરવલ્લી)

Screenshot_20201018_082201.jpg

Right Click Disabled!