BSNLની સેવામાં ખામી ઉભી થતાં સુરત સહિત રાજ્યની 108ની સેવા બે કલાક ખોરવાઈ

સુરત સહિત રાજયભરમાં BSNL ની સેવામાં ખામી ઉભી થતા, ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા બે કલાક સુધી ખીરવાઈ જવા પામી હતી.BSNLની સેવામાં ખામીને પગલે કોલ મળવાના બંધ થતાં આ સેવાની મદદ લેનારાઓએ હાલાકીનો સામનો કરવો પડયો હતો. બે કલાક બાદ BSNLની સેવા શરૂ થતાં, ૧૦૮ની સેવા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
