દાનની રકમ કરતા પણ આપનારની ભાવના અમુલ્ય છે

દાનની રકમ કરતા પણ આપનારની ભાવના અમુલ્ય છે
Spread the love

ભુજ તા. ૩૦. છેલ્લા ઘણાં વર્ષોથી ભુતનાથ સેવા સંસ્થાન ( ખારી નદી ) અને ભુતનાથ મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ સામાજિક સેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.. કોઈ પણ વિકટ પરિસ્થિતિઓ મા ગરીબોને ભોજન, રાસન કીટ, દુષ્કાળ સમયે ગાયોને ઘાસચારો, જરૂરિયાત મુજબ સભ્યો દ્વારા રકતદાન વિગેરે સેવાઓ માટે આ બંને ટ્રસ્ટો કાર્યરત છે ત્યારે આવી સેવાઓને પ્રેરિત થઈને ઘણાં લોકો આવી સેવાકીય પ્રવૃત્તિઓમા પોતાનું યોગદાન આપવા સામે થી ફોન કરીને લોકો આગળ આવતા થયા છે તેનું ઉદાહરણ તાજેતર મા જોવા મળ્યું.

શિક્ષણ જગત સાથે સંકળાયેલા શ્રી રશ્મિભાઈ પંડ્યાએ સંસ્થાન ના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહજી જાડેજાને ફોન કરી ભુજના એક વૃધ્ધ માજી ટ્રસ્ટીઓને રૂબરૂ મળી સંસ્થાન માટે અનુદાન આપવા માંગે છે તેઓ વૃદ્ધાવસ્થા ના કારણે પથારીવશ હોઈ સંસ્થાના કાર્યાલય સુધી પહોંચી શકે તેમ નથી તો કંઈ રીતે વ્યવસ્થા કરવી, આ અંગે સંસ્થાનાં પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહજી અને સંસ્થાન ના ઉપપ્રમુખ શ્રી. ગવરીગરજી એ અન્ય ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી પથારીવશ વડીલ શ્રીમતી શર્મિષ્ઠાબેન રાવલને મળવા પહોચ્યા હતા.

સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ ને “બા” એ પોતાના સ્વજનો સ્વ. રમણીકલાલ રાવલ અને સ્વ  કુ. સંગીતા આર રાવલની યાદમા ઉપર્યુક્ત બને સંસ્થાઓને રૂપિયા ૧૧,૦૦૦-૦૦  ૧૧,૦૦૦-૦૦ના અનુદાન સંસ્થાના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહજી જાડેજાને સુપ્રત કર્યા હતા. વિશેષમા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગવરીગર ગોસ્વામી એ જણાવ્યું હતું કે અનુદાનની રકમ કરતા આપનારની ભાવનાનું મૂલ્યાંકન બહુ જ ઉચું હોય છે તે તેમની લાગણી પરથી જણાઈ આવતું હોય છે તેવું ઉદાહરણ આ વડીલ “બા” એ સમાજને પૂરું પાડયું છે. આ સેવાકાર્યમા સહયોગી સાથ આપનાર શ્રી રશ્મિભાઈ પંડ્યા, દર્શના પંડયા સાથે ટ્રસ્ટીઓમા હરીશભાઈ ઠક્કર, ભરતભાઈ દવે તથા અજીતભાઈ પરમાર ઉપસ્થિત રહયા હતા.

Right Click Disabled!