અબ્રામા પી.પી.સવાણી ગૃપ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા

સુરતમાં પરીક્ષામાં રેન્ક મેળવનારાનું સન્માનિત કરવામાં આવ્યા હતા અબ્રામા ખાતે આવેસી પી.પી.સવાણી ગૃપ દ્વારા હાલમાં જાહેર થયેલા જી-નીટના પરિણામમાં ઉચ્ચતમ રેન્ક પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મેયર જગદીશ પટેલ, વાઈસ ચાન્સેલર હેમાલીબેન દેસાઈ વલ્લભભાઈ ટોપી, મહેશ સવાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેન્ક મેળવનારાનું સન્માન કરવામાં આવ્યું હતું.
મેયર જગદીશભાઈ પટેલએ વિદ્યાર્થીઓને આઈઆઈટી જેવી કોલેજમાંથી સારૂ શિક્ષણ પ્રાપ્ત કરી સારા ટેકનોક્રેટ્સ બની ‘આત્મનિર્ભર ભારત’ના સંદેશને મજબુત કરવા માટે હાંકલ કરી હતી.આ ઉપરાંત વાઈસ ચાન્સેલર ડૉ. હેમાલીબેન દેસાઈએ પણ ખુબ ખુબ અભિનંદન સાથે સાથે આ કોરોના જેવી મહામારી બીમારી સામે લડવા માટે સક્ષમ બનો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
