જામનગર શહેરમાં ગરમીનું જોર યથાવત : તાપમાન 34 ડિગ્રી

Spread the love

જામનગરમાં બુધવારે મહતમ તાપમાન ૩૪ ડિગ્રી રહેતા ગરમીનું જોર યથાવત રહ્યું હતું. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. જામનગરમાં મેઘરાજાએ મહેર કરવા છતાં ગરમી ઘટવાનું નામ લેતી નથી. બપોરના સમયે આકરા તાપના કારણે લોકો અકળાઈ ઉઠયા છે. મંગળવારે મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે બુધવારે પણ મહત્તમ તાપમાન યથાવત રહેતા બપોરના સમયે લોકો તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. છેલ્લા પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા અને પવનની ગતિ ૧૦ થી ૧૫ કીમી પ્રતિ કલાક રહી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!