જામનગરમાં તાપમાનનો પારો 35.4 ડિગ્રી

જામનગરમાં તાપમાનનો પારો 35.4 ડિગ્રી
Spread the love

જામનગર સહિત રાજયમાં હળવા વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે હવામાનમાં પલટો આવતા ધાબડીયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. જામનગરમાં મહતમ તાપમાન પણ ઘટતા ગરમીનું જોર ઘટયું હતું. જોકે, ભેજના હજુ પણ ઉંચા પ્રમાણના ઉકળાટ અને બાફ મહદઅંશે યથાવત રહ્યો હતો. જામનગર સહિત જિલ્લાભરમાં સતત બીજા દિવસે દિવસ દરમિયાન હવામાનમાં વારંવાર પલટો આવતા ધાબડીયુ વાતાવરણ રહ્યું હતું. જેના પગલે મહતમ તાપમાનમાં શુક્રવારે આંશિક ઘટાડો થતા પારો ૩૫.૪ ડિગ્રીએ રહ્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

Temperature-3.jpg

Right Click Disabled!