રેલ્લાવાડા હાઇસ્કુલમાં ચોરી કરવા જતા ચોર ઊંઘી ગયો અને….

Spread the love

કહેવત છે કે ચોર હોય એને ખોંસી નકામી પરંતુ હવે તેમાં ઊંગ નો ઉમેરો કરવો પડે તેવો બનાવ મેધરજ તાલુકાની રેલ્લાવાડા હાઇસ્કુલ માં બનવા પામ્યો છે.બન્યું એવું કે રાતના સમયે ચોરી ના ઇરાદા સાથે હાઇસ્કુલ ની રૂમ નું તાળું તોડી ચોર અંદર પ્રવેશ્યો હતો અને તિજોરી તેમજ કબાટ ફેદી નાખ્યાં પણ કંઈ મળ્યું નહતું .ચોરને એમ કે મહેનત ફોગટ ગઈ છે. લાવ થોડું રૂમ માં ઉધી લઉં તેમ જાણી ચોર મહશયે ચોરી ના સ્થળે લંબાવી દીધું ચોર ને બીજું કોઈ ભાન રહ્યું નઈ અને ધેરી ઊંઘ માં સરી પડ્યો સવાર થઈ ત્યારે હાઇસ્કુલ ની સ્ટાફ આવ્યો જેમાં દરવાજા નું તાળું તૂટેલું જોયું ઉપરાંત સામાન વેરવિખેર જોયો અને ચોર રૂમ માં ઉંગી ગયેલી અવસ્થા માં જોતાં પકડી લેવામાં આવ્યો હતો. ચોર ને પોલીસ ને સોંપ્યો પણ કશુંય ચોરાયું ન હોવાથી વાત ઉપર પડદો પડ્યો છે.

Right Click Disabled!