યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકની પરંપરા તૂટી

યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકની પરંપરા તૂટી
Spread the love

યાત્રાધામ અંબાજી મંદિરમાં છેલ્લા ૭૦ વર્ષથી નવ યુવક પ્રગતિ મંડળના સંચાલકો દ્વારા નવરાત્રિ પર્વમાં ભવ્ય ગરબાઓનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે ગરબાઓ વિના માત્ર માતાજીની આરતી જ કરવામાં આવે છે. નવરાત્રિ પર્વ આવે એટલે લોકોને મંદિરના ગરબાઓની રમઝટ યાદ આવે. પ્રમુખ મહેશ પંડયાના જણાવ્યા અનુસાર તેઓ જણાવે છે કે વર્ષો પહેલાં મંદિર નાનું હતું અને ચાચર ચોક મોટો હતો.

તે સમયે પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા શર્માજી તથા જગદીશ ભાટીયા તથા શ્યામસિંહ સીકરવાર ઢોલ, નગાલાના તાલે મોડી રાત સુધી ગરબાઓની રમઝટ બોલાવતા અને અડધી રાત્રે ગરબો રેપડી માતાના મંદિરે જતો. ત્યાં પણ ગરબાઓની રમઝટ બોલાતી. ઘણીવાર વાર પણ પડી જતી. તે જમાનો જુદો જ હતો. માતાજી પ્રત્યેની અનન્ય ભાવના અને શ્રધ્ધા અતુટ હતા. લોકો મોડી રાત સુધી ગરબાઓના તાલે ઝુમતા. સરકારની કોઈ દખલગીરી જ ન હતી. જ્યારે હવે સમય બદલાયો છે. ત્યારે મંડળના વડીલોએ ચીંધેલ રાહ ઉપર અમો માતાજીના ગરબાઓ રમાડી રહ્યા છે.

મહેન્દ્ર અગ્રવાલ (અંબાજી)

ambajitemplefairgujarat-2-1602746826.jpg

Right Click Disabled!