કોરોનાકાળ દરમિયાન ટીંટોઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતાં ગ્રામજનો….

કોરોનાકાળ દરમિયાન ટીંટોઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતાં ગ્રામજનો….
Spread the love
  • કોરોનાકાળ દરમિયાન ટીંટોઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરતાં ગ્રામજનો….

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે, અરવલ્લી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી.અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ માથુ ઉચકતા અને કોરોના સંક્રમણનો ફેલાવો થતાં ઘણી બધી પંચાયતો દ્વારા સંક્રમણને અટકાવવા માટે ગ્રામ વાસીઓ ની પડખે રહી સરાહનીય કામગીરી કરી છે. તેમાંની એક પંચાયત છે. મોડાસા તાલુકા ની ટીંટોઈ ગ્રામ પંચાયત…

ટીંટોઈ ગ્રામ પંચાયતની ઉડીને આંખે વળગે તેવી કામગીરી

મોડાસા તાલુકાના ટીંટોઈ ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી કાદરભાઈ ટીંટોઈયા તથા ત.ક.મંત્રી શ્રી અમૃતભાઈ પટેલ દ્વારા લોકડાઉનના સમયે ૯૮૪૨ માસ્ક સ્વખર્ચે બનાવી ગ્રામજનોને વિતરણ કરાયું હતું… માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરી રૂ. ૫૫૫૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો…કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવાના ભાગ રૂપે દર મહિને તાલુકા પંચાયતના સહયોગથી ટિટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવતું હતું.જેનો લાભ ૨૦૦૦ થી વધારે લોકો લેતા હતા… સમયાંતરે ગામમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવતો હતો. તેમજ, વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ તથા બીમાર લોકોને પંચાયત તથા આરોગ્ય કેન્દ્ર દ્વારા ખાસ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી.

કોરોના સંક્રમણ ગામમાં વધુ ન ફેલાય તે માટે લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી… સમગ્ર કામગીરીની ફરજ દરમિયાન ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચ તથા ત. ક. મંત્રી કોરોના સંક્રમિત થયા હતા તેમ છતાં અવિરત કામગીરી કરવામાં આવી હતી અને કોરોના કાળમાં પણ પંચાયત દ્વારા વિકાસના કામો સરકારની ગાઇડલાઇન મુજબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા… ગામના તમામ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને સરકારી અનાજ વિતરણની સહાય મળી રહે તેની ખાસ કાળજી રાખી સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આમ ટીંટોઈ ગૃપ ગ્રામ પંચાયત કોરોનાના સંક્રમણ વચ્ચે ખૂબ પ્રશંસનીય કામ ગીરી કરી છે.અને ગ્રામજનો દ્વારા પંચાયતની કામગીરીની સરાહના થઇ રહી છે.

FB_IMG_1609782313862-1.jpg FB_IMG_1609782319442-0.jpg

Right Click Disabled!