પત્નીને બહેનના ઘરમાં પુરી દીધી પરણિતા ભાગી, 181 પાસે પહોંચી

- દાહોદની ૨૨ વર્ષીય યુવતી સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલાઇ
દાહોદ જિલ્લાની ૨૨ વર્ષની યુવતી તેના પતિ અને સાસરીયાઓના સિતમથી કંટાળી ઘર છોડીને નીકળી જતાં આ અંગેની જાણ જાગૃત નાગરિકો દ્વારા ૧૮૧ ટીમ કરવામાં આવતા ૧૮૧ ટીમ તુરંત ઘટના સ્થળે પહોચી યુવતિને કાઉન્સેલર કરતા અનેક વિગતો સામે આવી હતી. જેમાં યુવતીના લગ્ન તેના પતિએ બળજબરી કરી જામનગર તેના બહેનના ઘરે પૂરીને રાખતો હતો. આમ યુવતીનો પરિવાર સાથે સંપર્ક કરી વધુ માહિતી માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં સોંપી હતી. દાહોદનો વતની યુવતીની સગાઇ પાંચ વર્ષ પહેલા થઈ હતી અને તેના લગ્ન તેના પ્રેમી સાથે થવાના હતા.
ત્યારે ભાઇના મિત્ર તેના ઘરે એક મહિનાથી અવરજવર કરતો હોવાથી તેણે યુવતીને તેના ભાઈને અને મરી જવાની ધમકી આપી હતી અને આરોપ યુવતી પર નાખવાની ધમકી આપતા યુવતી ગભરાઈ જતાં તેનો ભાઇના મિત્રએ તેની સાથે લગ્ન કરી જામનગર અને બહેન-બનેવીના ઘરે આવીને બે મહિનાથી ઘરમાં પૂરીને રાખતો હતો. યુવતીને સાસરિયા માનસીક ત્રાસ આપતા તથા પતિ દારૂ પીને મારકુટ કરતો હોવાથી પતિનું ઘર છોડીને નીકળી ગઈ હતી. આમ ૧૮૧ની ટીમના કાઉન્સેલર વંદનાબેન ઝાલા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા અને પાયલટ મહાવીરસિંહ વાઢેર સામે આપવીતી રજૂ કરતા પરિવારને ૧૮૧ ટીમ સંપર્ક કરી આ અંગેની જાણ કરી હતી અને સીટી-બી ડીવીઝનમાં ડાયરીમાં નોંધ કરી પરિવારજનો દાહોદથી ન આવે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટરમાં સોપાઇ છે.
– રોહિત મેરાણી (જામનગર)
