મહિલાઓએ પ્રશ્નોનો મારો ચલાવતા બાવળિયા ચાલતી પકડી

મહિલાઓએ પ્રશ્નોનો મારો ચલાવતા બાવળિયા ચાલતી પકડી
Spread the love

રાજકોટ પારડી ગામે પાણી પુરવઠાની યોજનાના ખાત મુહૂર્ત સમયે બની ઘટના મકાન બન્યા છતાં ગટર નથી આવી’ પૂછાતા જ આગેવાનોએ ચાલતી પકડી રાજકોટમાં લોધિકા તાલુકાના પારડી ગામે પાણી પુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત હતું. જેમાં મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા સહિતના આગેવાનો હતા. આ દરમિયાન મહિલાઓએ મંત્રી પર પ્રશ્નોનો મારો કરતા તેઓએ સ્ટેજ છોડીને જતા રહેવાનુ પસંદ કર્યું હતું.પારડી ગામે પાણીનો ગંભીર પ્રશ્ન છે તેથી ત્યાં રહેતા લોકોને ઘરે ઘરે નળ આવે તે માટેની વાસ્મો યોજના અંતર્ગત 2 કરોડના કામ મંજૂર થતા ખાતમુહૂર્ત કરવા માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો આવ્યા હતા.

કાર્યક્રમ સમયે મંત્રીએ મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી કરવાનું કહ્યું હતું. મહિલાઓએ થોડા પ્રશ્નો ઉપાડ્યા ત્યાં ધીરે ધીરે મામલો ગરમાતો ગયો હતો.ગટર અને કચરાના પ્રશ્નો પર ચર્ચા કરવા મહિલા સ્ટેજ સુધી આવી ગઈ હતી. એ પૈકી એક મહિલાએ નવા મકાન બન્યા ત્યાં ગટરની લાઈન આવી ગઈ અમારે ત્યા હજુ ગટર નથી નખાઈ’ તેવું કહેતા મંત્રી અને આગેવાનો ઉભા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ મહિલાઓને સમજાવી પણ પ્રશ્નો વધુ ઉગ્ર બનતા કુંવરજી બાવળિયાએ આગેવાનોને ઈશારો કરીને નીકળી જવા કહ્યું હતું જેથી ધારાસભ્ય સહિતના આગેવાનોએ કાર્યક્રમ સ્થળેથી ચાલતી પકડી હતી.

orig_160_1611354890.jpg

Right Click Disabled!