ગ-માર્ગને પહોળો કરવાની કામગીરી રોડનો ઉત્તમ નમૂનો

ગ-માર્ગને પહોળો કરવાની કામગીરી રોડનો ઉત્તમ નમૂનો
Spread the love

ગાંધીનગરના તમામ મુખ્યમાર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત પાટનગરના ગ-રોડને પહોળો કરવામાં આવી રહ્યો છે પરંતુ આ માર્ગને પહોળો કરવાની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઉભા થયા છે. સામાન્યરીતે નવા રોડની મંજુરી મળે ત્યારથી આસપાસના નડતરરૂપ વૃક્ષો કાપવાની મંજુરી લઇને તેને કાપવામાં આવે છે અને જમીન સમથળ કરીને ત્યાં ખાડા ખોદી તેના ઉપર માટી-મેટલ કામ કર્યા બાદ ડામર વર્ક કરવામાં આવે છે પરંતુ ગ રોડને પહોળો કરવા માટે બન્ને બાજુ ખાડા કરી દેઇને ત્યાં મેટલ વર્ક કરી દેવામાં અવ્યું છે પરંતુ હજુ સુધી માર્ગને નડતરરૂપ વૃક્ષો કાઢવામાં આવ્યા નથી. ભવિષ્યમાં જ્યારે આ વૃક્ષોનું કટીંગ કરવામાં આવશે ત્યારે માર્ગનું લેવલીંગ બગડશે અને ભવિષ્યમાં ભુવા પડવાની પણ શક્યતા રહેશે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે

પાટનગર ગાંધીનગરના મુખ્યમાર્ગો પહોળા અને પાકા છે જેનાથી સીલીબ્રીટી પણ પ્રભાવીત થાય છે ત્યારે ગાંધીનગરના ગ અને ક માર્ગને પહોળો એટલે કે, સીક્સલેન કરવામાં આવનાર છે. ગાંધીનગરના ગ માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી સામે રોડ એન્જીન્યરીંગના નિષ્ણાંતોએ જ સવાલો ઉભા કર્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સમાન્ય રીતે કોઇ પણ નવી જગ્યાએ ડામરનો પાકો રોડ બનાવવાનો હોય તો સૌથી પહેલા આ જગ્યાએ નડતરૂપ વૃક્ષો દુર કરવા અંગે જે તે વિભાગને રજુઆત કરવાની હોય છે એન તેની મંજુરી બાદ વૃક્ષોનું કટીંગ કરીને આ જમીન સંપદન કર્યા બાદ અહીં ખોદકામ કરવામાં આવે છે. જેમાં ખોદકામ કરીને તેમાં માટી-મેટલ બાદ ડામર વર્ક કરીને પાકો રોડ બનાવવામાં આવતો હોય છે પરંતુ હાલ ગાંધીનગરના ગ રોડને વાઇલ્ડનીંગનું કામ ચાલુ છે તેની કામગીરીમાં અવળી ગંગા વહેતી હોય તેમ લાગી રહ્યું છે.

અગાઉ કોઇ વનવિભાગને જાણ કર્યા વગર રોડની બાજુની જમીનમાં ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું ત્યાર બાદ ખોદકામ દરમિયાન જ્યાં વૃક્ષ હોય ત્યાં નહીં ખોદીને આસપાસથી ખોદકામ કરવામાં આવ્યું હતું. ગ-૨થી ગ સાડા ત્રણ સુધી આ પ્રકારે ખોદકામ કરીને તેના ઉપર માટી અને મેટલ કામ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બીજીબાજુ નડતરરૂપ વૃક્ષો તો આ ખાડા વચ્ચે મૂળમાંથી ઉભા જ છે ત્યારે હવે જે તે એજન્સી અને વિભાગ દ્વારા વનવિભાગ પાસે નડતરરૂપ વૃક્ષોનું માર્કિંગ અને કટીંગ માટે દરખાસ્ત કરી છે ત્યારે હવે વનવિભાગ દ્વારા આ નડતરરૂપ વૃક્ષોનું માર્કીંગ કરીને કેટલા વૃક્ષો કપાય તેમ છે તે જણાવશે અને તેની સામે સરકારી રાહે રૂપિયા પણ ભરાવશે. હાલની સ્થિતિએ ગ રોડની બાજુમાં જ્યાં ખાડા આવેલા છે ત્યાં માટી-મેટલ કામ થયેલું જણાય છે પરંતુ ત્યાં વચ્ચે વૃક્ષો પણ ઉભા દેખાય છે તેથી આ રોડ એન્જીન્યરીંગનો ઉત્તમ નમૂનો હોય તેમ દેખતાની સાથે જ લાગી આવે છે.

content_image_0c64cbfa-a9c0-4a37-96cf-92c2314ac6af.jpg

Right Click Disabled!