અડાલજના યુવાનોએ ઉતરાયણ પર્વની ઉજવણી અનોખી રીતે કરી

ગાંધીનગર જિલ્લાના અડાલજ મુકામે ઉતરાયણ પર્વની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી.તેઓએ જરૂરિયાત મંદ બાળકોની સાથે પોતાનો પૂરો સમય આપી ઉત્તરાયણની ઉજવણી કરી હતી.તહેવારની ઉજવણીતો દરેક લોકો કરતા હોય છે. પરંતુ તહેવારની સાચી ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તે આ અડાલજના યુવા આગેવાન ભાવેશભાઈ પ્રજાપતિ અને તેમની ટીમે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો સાથે પતંગ ચગાવીને તેમને આનંદમય કર્યા હતા.ત્યારબાદ બાળકોને ભોજન કરાવ્યું હતું. ઉત્તરાયણના કારણે દિવસ દરમ્યાન પોતાના ગોખલામાં જ પુરાઈ રહેલા પક્ષીઓ માટે જાર અને દાણા તેમજ પાણીની વ્યવસ્થા કરી હતી.
અડાલજના યુવા આગેવાન ભાવેશભાઈ પ્રજાપતિ અને તેમનું ગ્રુપ જન્મદિવસની ઉજવણી પણ આવી જ રીતે બાળકો સાથે રમત ગમત કરીને કેક કાપીને તેમને જમાડીને કરે છે.આમ પર્વની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ તેનો ઉત્તમ ઉદાહરણ અડાલજ ના યુવાનોએ પૂરું પાડ્યું હતું.યુવા આગેવાન ભાવેશભાઈ પ્રજાપતિએ લોકોને સંદેશો આપીયો હતો કે પોતાના જન્મદિવસ ના દિવસે કેકનો મિત્રો સાથે બગાડ કર્યા વગર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ખવડાવીને કરવો જોઈએ અને સમય મળે ત્યારે વૃધ્ધાશ્રમની મુલાકાત લેવી જોઈએ અને તેમના સુખદુઃખનાભાગીદાર થવું જોઈએ.
રિપોર્ટ : આરીફ મુલતાની (અડાલજ)
