ધ્રોલ હત્યાના આરોપીના સાળા સહિતના શખ્સોએ યુવકને માર્યો

ધ્રોલ હત્યાના આરોપીના સાળા સહિતના શખ્સોએ યુવકને માર્યો
Spread the love

• મૃતકના ફોટા-વીડિયો સ્ટેટસમાં રાખતા ફટકારીને કારમાં બેસાડી દીધો

ધ્રોલ હત્યામાં મૃત્યુ પામેલા મિત્રના ફોટા વોટ્સએપ સ્ટેટસમાં રહેતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હોવાની પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ આરોપીઓમાં હત્યા પ્રકરણમાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓને સાળો હોવાનું પણ સામે આવ્યું છે. ધ્રોલમાં ગત માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા જાડેજા નામના યુવકની દિન દહાડે હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં બે આરોપી પોલીસે પકડી પાડ્યા છે. ત્યારે મૃતક દિવ્યરાજસિંહ ના મૃત્યુના શોકમાં પડેલા તેના મિત્રો પણ મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે સાડા ત્રણેક વાગ્યાના સુમારે ધ્રોલમાં ત્રિકોણબાગ પાસે આવેલ ધર્મરાજ ભેળ હાઉસ પાસે મૃતક દિવ્યરાજસિંહ મિત્ર દિવ્યરાજસિંહ કિરીટસિંહ સરવૈયાએ પોતાના મોબાઈલમાં મિત્ર દિવ્યારાજના ફોટા અને વિડીયો રાખ્યા હોવાથી આરોપી ભાવિન સિંહ દશરથસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજા અને હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી ઓમદેવસિંહ શાળા હરપાલસિંહ ચુડાસમાએ ઢીકાપાટુનો માર મારી ફોર વ્હીલમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે તમામ સામે પોલીસ ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-28.jpeg

Right Click Disabled!