કડીમાં દોરીથી 35 પક્ષીઓ અને અસંખ્ય માણસો ઘાયલ થવાના બનાવો સામે આવ્યા

કડીમાં દોરીથી 35 પક્ષીઓ અને અસંખ્ય માણસો ઘાયલ થવાના બનાવો સામે આવ્યા
Spread the love

કડી શહેરમાં મકરસંક્રાંતિ ની શાનદાર ઉજવણી જોવા મળી હતી પરંતુ આ ઉજવણી કેટલાક મનુષ્યો તેમજ અબોલ-ભોળા પારેવડા માટે લોહિયાળ નિપજી છે.કડી ના પશુ દવાખાનામાં તાલુકાનો કરુણા અભિયાન પ્રોગ્રામ અંતર્ગત પક્ષી સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

મકરસંક્રાંતિ અને તેના બીજા દિવસે આખો દિવસ જુદા જુદા વિસ્તારોમાંથી પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના ફોન એનિમલ હેલ્પલાઈન માં સતત રણકતા રહ્યા હતા.જોકે કરુણા અભિયાન ને લઈને તેમજ તંત્રની કડક કાર્યવાહીના લીધે અને લોકોની સંવેદના વધુ જાગૃત થયી હોવાના કારણે ગત વર્ષ કરતા ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્યા હતા.મકરસંક્રાંતિ અને તેના બીજા દિવસે કબૂતર,હોલા,ઘુવડ,કોયલ,સમડી સહિતના પક્ષીઓ માટે ઘાતગ્રસ્ત પુરવાર થયા હતા.

પ્રાથમિક રિપોર્ટ મુજબ કેટલાય પક્ષીઓ મોતને ભેટતા ભારે અરેરાટી ફેલાયી હતી અને જીવદયા પ્રેમીઓની આંખમાંથી અશ્રુ વહી ગયા હતા.મકરસંક્રાંતિ અને તા.15ના રોજ 40 થી વધુ અબોલ જીવો ઘવાઈને સારવાર અર્થે પશુ દવાખાનામાં લાવવામાં આવ્યા હતા જયાંથી સાજા થયી ગયેલા પક્ષીઓને ફરીથી મુક્ત ગગનમાં વિહાર માટે છોડી મુક્યા હતા.કરુણા અભિયાન અંતર્ગત ઉભા કરાયેલા સારવાર કેન્દ્રમાં ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ ડોક-પાંખ કપાયેલા પક્ષીઓ લવાઈ રહ્યા હતા.

મકરસંક્રાંતિ ના પવિત્ર તહેવાર નિમિતે પક્ષી બચાવો અભિયાનમાં સેવામાં જોડાયેલા અનિલભાઇ,રાજુભાઇ સહિતના પક્ષીપ્રેમીઓ ને કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ મુલાકાત લઈ આખી ટીમને ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા.

પતંગની દોરીથી ગળું કપાવના અસંખ્ય કેસ જોવા મળ્યા

મકરસંક્રાંતિ માં પતંગદોરી થી બાઈકસવારો તેમજ રાહદારીઓ ઘવાવા નો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. શહેરમાં દોરી થી અસંખ્ય લોકો ઘવાયા છે જેમને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. એક યુવાનને દોરી થી વધારે ઇજા થતાં અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

IMG-20210115-WA0020.jpg

Right Click Disabled!