નિલાજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતા ત્રણના મોત

સુરતના રાંદેરમાં નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો નીચે ભરનિંદરમાં સૂતેલા ત્રણનાં દબાઈ જવાથી મોતએપાર્ટમેન્ટ 9 મહિના પહેલા ખાલી કરાવ્યું હતું. .ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણને બહાર કાઢ્યા જર્જરિત બિલ્ડિંગ નીચે બંધ દુકાન બહાર શ્રમજીવીઓ સૂતા હતા શહેરના રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતા ત્રણ ફસાયા હતાવહેલી સવારે બનેલી આ ઘટના બાદ ફાયર અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે આ ત્રણેયનાં મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાને કારણે ખાલી કરાવાયેલું હતું. જોકે કાળી મજૂરી કરી રાત્રે આ બિલ્ડિંગની નીચે સૂતેલા ત્રણ શ્રમજીવીએ જીવ ખોયો છે.ફાયર વિભાગ દ્વારા કાળમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.એપાર્ટમેન્ટની નીચે બંધ દુકાન બહાર સૂતેલા ત્રણ શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યો.
બિલ્ડિંગ લગભગ 50 વર્ષ જૂનું વધુમાં જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ લગભગ 50 વર્ષ જૂનું કહી શકાય છે અને 9 મહિના પહેલાં SMCએ ખાલી કરાવ્યું હતું. આ એપાર્ટમેન્ટમાં નીચે બંધ દુકાન બહાર શ્રમજીવીઓ સૂતા હતા, જે પૈકીના ત્રણ દબાઈ ગયા હતા એટલું જ નહીં, રાત્રે ભારે વરસાદને કારણે મોટા ભાગના શ્રમજીવીઓએ આ જગ્યા પરથી બીજે આશ્રય લીધો હતો, નહિતર મોટી દુર્ઘટના થઈ શકી હોત એ વાતને નકારી શકાય નહીં.આ ત્રણના દબાઈ જવાથી મોતઅનિલચંદ્ર નેપાળી જગદીશચંદ્ર ચૌહાણ રાજુ અમૃતલાલ મારવાડી
