સુરતમાં ત્રણ અલગ-અલગ જગ્યાએથી 1 કરોડ 33 લાખનાં પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા

સુરતમાં ત્રણ અલગ-અલગ જગ્યાએથી 1 કરોડ 33 લાખનાં પ્રતિબંધિત MD ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા
Spread the love

છેલ્લા થોડા દિવસોથી સુરતમાંથી પ્રતિબંધિત MD(મેફેડ્રોન ડ્રગ્સ)નો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે. યુવાનો નશાની લતના શિકાર ન બને એ માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં ડીસીબીએ ત્રણ જગ્યાએ રેડ કરી હતી, જેમાં ડ્રગ્સ વેચવા જતાં અને પોતાની પાસે રાખનારા ત્રણ આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા છે, સાથે જ આરોપીઓને ડ્રગ્સ આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ડુમસથી કરોડ રૂપિયાનાં ડ્રગ્સ સાથે સલમાન ઝડપાયો

ડુસમ ગામના રોડથી કુવાડા ટી પોઈન્ટ પાસેથી સલમાન ઉર્ફે અમન મોહમ્મદ હનીફ ઝવેરી (રહે. એ-203 આશિયાના કોમ્પ્લેક્સ અડાજણ પાટિયાસ ન્યૂ રાંદેર રોડ)ને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે આદિલ નામના શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સલમાન પાસેથી પોલીસે 1011.82 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત અંદાજે 1,01,18,200 તથા મોબાઈલ ફોન નંગ 5 કુલ કિંમત 38,000 તથા રોકડા રૂપિયા 12,710 તથા ડિજિટલ વજન કાંટા નંગ-2 તથા કાર સહિત કુલ 1,04,19,410ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. સલમાન સાથે ધંધામાં ભાગીદાર એવા આદિલને વોન્ટેડ જાહેર કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરાછામાંથી બન્ટી ઝડપાયો

વરાછા ભવાની સર્કલ નજીક પટેલનગરના નાકે જાહેરમાંથી આરોપી વિનય ઉર્ફે બન્ટી કિશોરભાઈ પટેલ (રહે. ઘર નંબર એ-24 પટેલનગર, ભવાની સર્કલ નજીક, વરાછા) મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો છે, જ્યારે રોહન (રહે. બોરીવલી-મુંબઈ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંટી પાસેથી કુલ 17.5 ગ્રામ અંદાજે કિંમત 1,75, 000 નાની-મોટી ખાલી કોથળીઓ નંગ 26 મોબાઈલ, કાર મળી કુલ 8,90,000નો મુદ્દામાલ ઝડપી લઈને રોહનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સરથાણાથી સંકેતને ઝડપી લેવાયો

ડીસીબીએ સરથાણા કેનાલ રોડ પર આવેલા પુણા સીમાડાના શાયોના પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 107,108માંથી સંકેત શૈલેશ અસલાલિયા (રહે. એફ-202, રામેશ્વરમ રિજન્સી, વીઆઈપી સર્કલ પાસે ઉતરાણ, મૂળ રહે. છાભાડિયા રોડ, દામનગર, તા.લાઠી, જિ. અમરેલી)ને ઝડપી લીધો છે, જ્યારે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંટી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો 304.98 ગ્રામ જથ્થો, જેની કિંમત અંદાજે 30,49,800 તથા મોબાઈલ ફોન રોકડા મળી કુલ 31,22,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, સાથે સલમાન ઝવેરીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પુણામાંથી ગાંજો ઝડપાયો

પુણાગામ સારોલી રોડ પર નેચરવેલી હોમ્સ પાસેથી પોલીસે ટ્રકમાંથી મિથુન રવીન્દ્ર સ્વાઈ, રહે- પ્લોટ નંબર 260 શ્રીરામનગર સોસાયટી, કાપોદ્રા, મૂળ રહે. ગુંટુપુરા તા. આસ્કા, જિ.ગંજામ અને બીજો આરોપી ટુંકના ચન્દ્રમણિ ગૌંડા રહે. ગામ મુકુંદપુર, પોસ્ટ બરગ, તા. આસ્કા, જિં ગંજામ અને ત્રીજો બસંત યુધિષ્ઠિર સ્વાઈ રહે. ગામ કુટીનોડા તા. આસ્કા, જિ.ગંજામ પાસેથી 562.510 કિલો ગાંજો, જેની અંદાજે કિંમત 56,45,100 અને ટ્રક તથા મોબાઈલ ફોન મળી કુલ 63,55,600નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

FB_IMG_1600924232398-1.jpg FB_IMG_1600924229992-0.jpg

Right Click Disabled!