ભરૂચના હાઇવે ઉપર ટ્રાફિક જામ, કલાકો સુધી વાહનોની લાંબી કતાર

ભરૂચથી પસાર થતા રાષ્ટ્રીયધોરીમાર્ગ ઉપર આજે ત્રીજા દિવસે પણ સરદારબ્રિજ પર ટ્રાફિક જામ રહેતા કલાકો સુધી વાહનોએ લાંબી કતારમા ઉભા રહેવાનો વખત આવ્યો હતો. સરદાર બ્રિજથી પાલેજ સુધી આશરે ૧૦ કી.મી. લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. જેને પગલે વાહનચાલકો અટવાયા હતા. ટ્રાફિકની સમસ્યાને લઇ હાલ પૂરતું ટોલટેક્સ બંધ કરવા વાહનચાલકોઓ માંગ કરી છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
