સુરત જિલ્લાના 21 તલાટીઓની કરાયેલી બદલી 8ને અપાયેલી બઢતી

સુરત જિલ્લાના 21 તલાટીઓની કરાયેલી બદલી 8ને અપાયેલી બઢતી
Spread the love

સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતાં આ ગામોમાં ફરજ બજાવતા તલાટીઓ ફાજલ પડ્યા હતા. હવે ટુક સમયમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે સુરત જિલ્લામાં ૨૧ તલાટીઓની બદલી કરવામાં આવી છે. તાલુકા મથક માંગરોળ ગ્રામ પંચાયતની જગ્યા પણ ખાલી હતી આ જગ્યા ઉપર ઉરવર્ષીબેન બી.વાળદની નિમણુંક કરાઈ છે.

જ્યારે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઈ ડી. આહીર સહિત ૮ તલાટીઓને વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં શ્રી આહીરને ચોર્યાસી તાલુકા પંચાયત કચેરી ખાતે નિમણુંક આપવામાં આવી છે. અન્ય એ. એન. પટેલ (કામરેજ) એચ. એચ. મહેતા (માંગરોળ), ડી.એલ.ઉપાધ્યાય (માંડવી), બી.આર. મેસુરીયા (ઓલપાડ), એમ. ટી. પઢેરીયા (જિલ્લા પંચાયત, સુરત), ડી. આર. ચૌધરી (પલસાણા), વાય. પી. પાઠક (જિલ્લા પંચાયત, સુરત) ખાતે બદલી કરવામાં આવી છે.

રીપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200925-WA0076.jpg

Right Click Disabled!