પગારથી વંચિત રહેલા પ્રવાસી શિક્ષકો પાટનગર ગાંધીનગરમાં પહોંચ્યા

પગારથી વંચિત રહેલા પ્રવાસી શિક્ષકો પાટનગર ગાંધીનગરમાં પહોંચ્યા
Spread the love

ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ થયું છે ત્યારે વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે કર્મચારીઓ પહોંચવાના શરૂ થયા છે. માર્ચ મહિનાથી પગારથી વંચિત રાજયની શાળાઓના પ્રવાસી શિક્ષકો આજે રજુઆત માટે ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લેતા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને પરત ફરવું પડયું હતું. પગારના અભાવે આ શિક્ષકોના પરિવારોની હાલત કફોડી બની ગઈ છે પણ સરકાર તેમની સામે જોતી નથી.

વૈશ્વિક મહામારી કોરોનાએ ધંધારોજગારની સાથે સરકારની આવક ઉપર પણ અસર પાડી છે. ત્યારે સરકારના અન્ય કર્મચારીઓનો પગાર નિત્યક્રમ મુજબ થઈ રહયો છે ત્યારે સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતાં પ્રવાસી શિક્ષકોને ગત માર્ચ મહિનાથી મહેનતાણું ચુકવવામાં આવ્યું નથી. અત્યારે માધ્યમિક વિભાગમાં પ્રતિ વર્ગના ૭૫ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૯૦ રૂપિયાનું મહેનતાણું ચુકવવામાં આવે છે.આ પ્રવાસી શિક્ષકો રાજયની અલગ અલગ શાળાઓમાં વર્ગ લેતાં હતા.

અગાઉ પણ તેમનો પગાર અનિયમિત થતો હતો અને માર્ચ મહિના પછી કોઈ જ પ્રકારનું મહેનતાણુ નહીં ચુકવવામાં આવતા તેમની અને પરિવારની હાલત આર્થિક રીતે પડી ભાંગી છે ત્યારે ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ થતાંની સાથે જ આ શિક્ષકો રજુઆત માટે ગાંધીનગર પહોંચ્યા હતા અને રાજયના શિક્ષણમંત્રીને તેમની આર્થિક સ્થિતિથી વાકેફ કરવા માંગતા હતા. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી અને ગાંધીનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટે લઈ ગઈ હતી. ત્યારે હવે રાજય સરકાર આ શિક્ષકોને તેમનું મહેનતાણું કયારે ચુકવે છે તે જોવું રહયું.

content_image_fd342229-59ff-4dae-b157-79706653bbc2.jpg

Right Click Disabled!