અઢી મહિના નિર્ણાયક સાબિત થશે : સ્વાસ્થ્ય મંત્રી

અઢી મહિના નિર્ણાયક સાબિત થશે : સ્વાસ્થ્ય મંત્રી
Spread the love

નવી દિલ્હી દેશમાં શિયાળાની મોસમ અને તહેવારો શરૂ થઈ રહ્યા હોવાથી કોરોના મહામારી સામેની લડતમાં આગામી અઢી મહિના ખૂબ જ નિર્ણાયક રહેશે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું. ભારતમાં કોરોનાથી મૃત્યુદર 1.52 ટકા રહ્યો છે, જે 22મી માર્ચ પછી સૌથી નીચો હતો તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. વિશ્વમાં કોરોનાથી પ્રતિ 10 લાખ વ્યક્તિએ મૃત્યુદર ભારતમાં સૌથી ઓછો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62,418 કેસ નોંધાયા હતા

અને વધુ 836નાં મોત નીપજ્યાં છે જ્યારે કોરોનાના 69,609 દર્દીઓ સાજા થઈ ગયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 74,27,529 થયા છે અને મૃત્યુઆંક 1,12,926 ઉપર પહોંચ્યો છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 65,16,771 દર્દીઓ સાજા થઈ ગયા છે. રિકવરી રેટ 87.73 ટકા થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલી પરથી જણાયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાની ત્રણ રસી પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી એક ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં છે અને અન્ય બે રસી બીજા તબક્કાના ટ્રાયલ હેઠળ છે. તેમણે આશા વ્યક્ત કરી કે કોરોના સામે ટૂંક સમયમાં ભારત રસીનું સ્વદેશી ઉત્પાદન શરૂ કરશે.

શિયાળાની સિઝન શરૂ થઈ રહી છે અને નવરાત્રીની સાથે તહેવારોની મોસમ પણ શરૂ થઈ છે. પરિણામે આગામી અઢી મહિના આપણા માટે નિર્ણાયક સાબિત થશે.દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે ત્યારે પ્રત્યેક નાગરિકની એ ફરજ છે કે કોરોના સામેની લડાઈમાં જરા પણ ઢીલાશ રાખે નહીં અને કોરોનાનો પ્રસાર અટકાવવા માટેના નિયમોનું પાલન કરે. તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે, પરંતુ તકેદારીના સરળ પગલાંથી કોરોનાને વ્યાપક સ્તરે ફેલાતો અટકાવી શકીએ છીએ. જાહેર સૃથળો પર માસ્ક પહેરવો, વારંવાર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાથી કોરોના પર નિયંત્રણ મેળવી શકીએ છીએ.તેમણે જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈમાં ભારત સતત નવા સિમાચિહ્નો સર કરી રહ્યો છે.

આપણો રિકવરી રેટ વિશ્વમાં સૌથી ઊંચો છે અને મૃત્યુદર સૌથી નીચો છે. એક્ટિવ કેસ સતત ઘટી રહ્યા છે. ભારત માસ્ક, પીપીઈ કીટ્સ અને વેન્ટિલેટર્સ જેવી બાબતોમાં સ્વ નિર્ભર બની ગયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિ દસ લાખની વસતીએ કોરોનાથી મોતના 81 કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં 4થી ઑક્ટોબરથી દૈનિક મોતનો આંકડો 1,000થી નીચે રહ્યો છે. શુક્રવારે કોરોનાનો મૃત્યુદર 1.52 ટકા રહ્યો, જે 22મી માર્ચ પછી સૌથી નીચો છે. દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રતિ દસ લાખની વસતીએ મોતના કેસ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે, જેમાં પુડુચેરી, મહારાષ્ટ્ર, ગોવા, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ અને પંજાબનો સમાવેશ થાય છે.

દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે ઘરમાં જ ક્વૉરન્ટાઈન થઈ ગયા છે. 71 વર્ષીય કોંગ્રેસ નેતાએ ટ્વીટર પર તેમને કોરોના થયો હોવાનું જણાવ્યું હતું.તેમણે તાજેતરમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા અને સેલ્ફ-ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી હતી. બીજીબાજુ બિહારમાં પંચાયતી રાજના મંત્રી કપિલદેવ કામતનું શુક્રવારે પટનાની એઈમ્સ હોસ્પિટલમાં કોરોનાના કારણે નિધન થયું હતું. કામતનાં પત્નીનું કેટલાક મહિના પહેલાં નિધન થયું હતું. પટનાની એઈમ્સ હોસ્પિટલના કોરોનાના નોડલ અિાૃધકારી ડૉ. સંજીવ કુમારે જણાવ્યું કે, કામતની કિડની ફેઈલ થઈ ગઈ હતી અને તેઓ છેલ્લા કેટલાક દિવસથી વેન્ટીલેટર પર હતા. કામતને કોરોના થતાં 1લી ઑક્ટોબરે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

content_image_3a049faa-0a7a-4897-b8ca-012a8b9d49cb.jpg

Right Click Disabled!