ધ્રોલના હત્યા પ્રકરણમાં બે આરોપીના બે દિવસના રિમાન્ડ

Spread the love
  • સૂત્રધાર સહિત બેલડીને દબોચી હતી

ધ્રોલના ત્રિકોણ બાગ નજીક સવા છ માસ પૂર્વે યુવતી પર ધડાધડ ફાયરિંગ કરી હત્યા નિપજાવવું કેસમાં પોલીસે ફરાર સૂત્રધાર અને તેના મદદગાર ચોટીલા પાસેથી દબોચી લીધો હતો જે બન્નેના બે દિવસના રિમાન્ડ મેળવી પોલીસે પૂછપરછ સાથે તપાસ હાથ ધરી છે. ધ્રોલના ત્રિકોણ બાગ પાસે જામનગર હાઈવે પર પેટ્રોલ પંપ સામે ગત તા.૬ઠ્ઠી માર્ચના રોજ કારમાં બેસવા જઈ રહેલા દિવ્યરાજસિંહ ઉર્ફે દિલુભા જાદુવીરસિંહ જાડેજા નામના યુવક પર ધડાધડ ફાયરીંગ કરી હત્યા નિપજાવી હતી. જે બનાવમાં પોલીસે તપાસ દરમિયાન જે તે સમયે અનિરુદ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ, અજીત વિરપાલ સિંહ ઠાકુર અને અખિલેશ ઉર્ફે બબલુ ઠાકુરને પકડી પાડ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં સૂત્રધાર ઓમદેવસિંહ જાડેજા તથા તેના સાગરિત નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો જાડેજાની સંડોવણી ખૂલી હતી જે બંને આરોપી ફરાર રહ્યા હતા. જેને પકડી પાડવા માટે રેન્જ આઈ.જી.ના માર્ગદર્શન હેઠળ જામનગર એલસીબી, આરઆર સેલ સહિતની જુદી-જુદી પાંચ ટીમો કાર્યરત બની હતી જેમાં પોલીસે બંનેને ટ્રેસ કરી ચોટીલા જસદણ રોડ ઉપરથી દબોચી લીધા હતા, તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!