ભૂમાફિયા ગેંગના સાગરિત સહિત બેના રિમાન્ડ મંગાશે

ભૂમાફિયા ગેંગના સાગરિત સહિત બેના રિમાન્ડ મંગાશે
Spread the love
  • એટીએસ-જામનગર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં દબોચી લીધા હતા

જામનગરની ભુમાફિયા ગેંગના કથિત સાગરીત અનવર ઉર્ફે અનિયો અને એઝાજ એટીએસ અને જામનગર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં દબોચી લીધા હતા જે બંનેની શુક્રવારે હત્યાના પ્રયાસ કેસમાં ધરપકડ કરાઈ છે. બંને આરોપીને શનિવારે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. રાજ્યની એટીએસ અને જામનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ સહિતની ટીમોએ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક સરમરીયા દાદાના મંદિર પાછળથી જુદા જુદા ગુનામાં વોન્ટેડ અને જામનગરના નામચીન જયેશ પટેલ ગેંગના કથિત સાગરીત અનવર અબ્દુલ ગઢકાઇ ઉર્ફે અનિયો લાંબા ઉપરાંત એઝાઝ અનવરભાઇ સફીયા ઉર્ફે એઝાજ મામાને દબોચી લીધા હતા જે બંનેનો જામનગર ક્રાઇમ બ્રાન્ચે કબજો સંભાળી કોવિડ રિપોર્ટ બાદ તેની હત્યા પ્રયાસ કેસમાં ધરપકડ કરી છે.

જામનગર પોલીસે શનિવારે બે નામચીન શખ્સોને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓ વિરૂધ્ધ અગાઉ જામનગર ઉપરાંત ધ્રોલ, શેઠવડાળા, લાઠી સહિતના પોલીસ મથકોમાં લૂંટ, ખૂન, હત્યાનો પ્રયાસ, હથિયાર ધારા, રાયોટીંગ, અપહરણ વગેરે ગુના નોંધાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-1.jpeg

Right Click Disabled!