કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું નિધન

કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું નિધન
Spread the love

કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન સુરેશ અંગડીનું કોવિડ-19ને લીધે નિધન થયું છે.આ મહિનાની શરૂઆતમાં તે દિલ્હીની AIIMSમાં એડમિટ થયા હતા
તેમની ઉંમર 65 વર્ષની હતી. તેઓ કર્ણાટકથી આવે છે. પ્રથમ વખત કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમની દિલ્હી એઈમ્સમાં સારવાર ચાલતી હતી. તેઓ કર્ણાટકથી ભાજપના સાંસદ હતા. અત્રે સુરેશ અંગડીએ 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરેશ અંગડીને શ્રદ્ધાંજલી આપતા ટ્વીટ કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાના વધી રહેલા પ્રકોપને લઈ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. PM મોદીનું કહેવું છે કે કોવિડ સામેની લડાઈમાં હવે સ્થાનિક સ્તર પર ફોકસ કરી બીમારી પર કાબુ મેળવવામાં આવે તેમણે દેશમાં 60થી વધારે અસરગ્રસ્ત જિલ્લાની ઓળખ કરી હવે ત્યા વાઈરસના ફેલાવાને અટકાવવાની રણનીતિ બનાવવાનો આગ્રહ રાજ્ય સરકારને કર્યો છે. PMએ બુધવારે દેશના સાત સૌથી અસરગ્રસ્ત રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક દરમિયાન વાત કહી.

AngadiRailwayOVID_d.jpg

Right Click Disabled!