સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના હસ્તે “માધવ રામાનુજ સર્જક પ્રતિભા” પુસ્તકનું અનાવરણ

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરના હસ્તે “માધવ રામાનુજ સર્જક પ્રતિભા” પુસ્તકનું અનાવરણ
Spread the love

સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલના હસ્તે ર્ડા. કૌશલ સોરઠીયા લીખીત પુસ્તક “માધવ રામાનુજ સર્જક પ્રતિભા”નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાહર્તાશ્રીએ પુસ્તકના રચયિતા ડો. સોરઠીયાને અભિનંદન પાઠવ્યા હતા. આ સંશોધન પુસ્તક “માધવ રામાનુજ સર્જન પ્રતિભા” નો રસાસ્વાદ હવે સાબરકાંઠાના સાહિત્ય પ્રેમીઓને મળી રહેશે. ડો. સોરઠીયાએ આ પુસ્તકમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર, નવલકથાકાર, નાટ્યકાર, કવિ એવા શ્રી માધવ રામાનુજના અત્યાર સુધીના જીવન-કવનને આવરી લઈ ગુજરાતી સાહિત્ય જગતમાં તેમનો અમૂલ્ય ફાળા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

સાહિત્યકારના જીવન ઘડતરથી લઈને તેમની સી.એન. ફાઇન આર્ટ્સની યશસ્વી કામગીરી, પુત્રીના અપમૃત્યુ જેવી ઘટનાઓનું વિશ્ર્લેષણ આપતા જઈને સર્જકના જીવન અને સર્જનશીલતાની ખુબ જ સુંદર સમિક્ષા આ પુસ્તકમાં સંશોધકશ્રી સોરઠીયાએ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તકનું વિમોચન ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ડો. રઘુવીર ચૌધરીના હસ્તે તેમના પરીવારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201021-WA0170-1.jpg IMG-20201021-WA0171-0.jpg

Right Click Disabled!