જામનગરમાં વિકાસ કામો સમયસર પૂર્ણ કરવા તાકીદ

જામનગરમાં વિકાસ કામો સમયસર પૂર્ણ કરવા તાકીદ
Spread the love
  • જુદા-જુદા કામોનું કમિશનરે નિરીક્ષણ કર્યું

જામનગરમાં ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજ, ભુજિયા કોઠા સહિતના કામોનું મનપાના કમિશનરે આકસ્મિક નિરીક્ષણ કરી તમામ કામ ગુણવત્તાયુકત અને સમયસર પૂર્ણ કરવા તાકીદ કરી છે. કમિશનરના ચેકીંગ દરમ્યાન કન્સલન્ટ તેમજ થર્ડ પાર્ટ ઇન્સપેકશન એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

શહેરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રેલવે ઓવરબ્રિજ, આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત ભુજીયા કોઠા રેસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક તથા કન્સોલિડેશન કામ, ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત પંપ હાઉસ ખાતે આરસીસી સમ્પ તથા ફિલ્ટેશન પ્લાન્ટ સહિતના કામોનું મનપાના કમિશનર સતિષ પટેલ અધિકારીઓ સાથે ગુરૂવારે આકસ્મિક ચેકિંગ કર્યું હતુ. ચેકીંગ દરમિયાન કમિશ્નરે તમામ વિકાસના કામોની કામગીરીનું નિરીક્ષણ કરી તમામ કામો નિયત કરેલ સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવતાયુકત રીતે કરવા સૂચના આપી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

JMC-Building.jpg

Right Click Disabled!