વડોદરા બરોડા ડેરીની તા. 5મી નવેમ્બરે ચૂંટણી

વડોદરા બરોડા ડેરીની તા. 5મી નવેમ્બરે ચૂંટણી
Spread the love

કોરોના દરમિયાન વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.બરોડા ડેરીની ચૂંટણી તા.૫મી નવેમ્બરે જાહેર કરવામાં આવી છે. બરોડા ડેરીના વર્તમાન બોર્ડની ટર્મ આગામી ડિસેમ્બર મહિનામાં પૂરી થતી હોવાથી ડેરી દ્વારા થોડા સમય પહેલાં જ મતદાર યાદી માટે ૧૨૦૦ મંડળીઓમાંથી ઠરાવો મંગાવવામાં આવ્યા હતા. વડોદરા,છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના કુલ ૧૩ ઝોનમાં એક એક ઉમેદવાર ચૂંટવા માટે ઝોન દીઠ નક્કી થનારા મતદારો મતદાન કરશે.આ માટે આખરી મતદાર યાદી તા.૫મી ઓક્ટોબરે જાહેર કરાશે.

જિલ્લા કલેક્ટરે ડેરીની ચૂંટણી માટે નાયબ કલેક્ટરને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરતાં તેમણે આગામી તા.૫મી નવેમ્બરે બરોડા ડેરી ખાતે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.આ માટે તા.૧૪ થી ૧૭ ઓક્ટોબર દરમિયાન ઉમેદવારી પત્રો ભરાશે.તા.૬ ઠ્ઠી નવેમ્બરે બરોડા ડેરી ખાતે મતગણતરી કરવામાં આવશે.

બરોડા ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ

  • વિગત તારીખ કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધિ ૨૮-૯–૨૦૨૦
  • મતદાર યાદી માટે વાંધા રજૂ કરાશે ૧-૧૦-૨૦૨૦ સુધી
  • મતદાર યાદીના વાંધાઓનો નિકાલ ૩-૧૦-૨૦૨૦
  • મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ ૫-૧૦-૨૦૨૦
  • ઉમેદવારી પત્રો ભરાશે ૧૪-૧૦-૨૦૨૦ થી ૧૭-૧૦-૨૦૨૦
  • ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૯-૧૦-૨૦૨૦
  • ઉમેદવારી પત્રો પરત ખેંચાશે ૨૧-૧૦-૨૦૨૦ થી ૨૬-૧૦-૨૦૨૦
  • મતદાન તારીખ ૫-૧૧-૨૦૨૦
  • મતગણતરી ૬-૧૧-૨૦૨૦

મતદાન અને મતગણતરી બરોડા ડેરી ખાતે થશે.બાકીની પ્રક્રિયા પ્રાંત અધિકારીની કચેરી, છઠ્ઠા માળે, નર્મદાભવન ખાતે યોજાશે

content_image_961d4454-b49c-42cd-b3ca-d1a81609f29e.jpg

Right Click Disabled!