માંગરોળ ખાતે ગરીબ હાજતમદોને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું

માંગરોળ ગામ ખાતે રહેતાં ગરીબ હાજતમદો ને સ્કૂલ સ્ટેશનરી,સ્કૂલ યુનિફોર્મ, વિધવા બહેનોને ખાદ્યસામગ્રી, કેટલાંક દર્દીઓને મેડીકલ સહાય સહિતની વિવિધ સહાયોનું વિતરણ કરવામાં આવ્યું છે.મૂળ માંગરોળનાં વતની અને હાલમાં યુ.કે.ખાતે રહેતાં, સામાજિક કાર્ય કર તથા અનેક નામાંકિત ટ્રસ્ટો અને સંસ્થા સાથે જોડા યેલા એવા હાજી યુસુફભાઈ કે. મેમાન કે જેઓ દર વર્ષે માંગરોળ ખાતે આવે છે અને ઉપરોક્ત સહાયો નું પોતાની હાજરીમાં વિતરણ કરી જાય છે.પરંતુ ચાલુ વર્ષે કોરોનાં મહામારીને પગલે આવી શક્યા નથી.
એમનો એક જ ધ્યેય છે કે હાજતમદ ગરીબોને કઈ રીતે મદદ રૂપ બનવું,જેથી પોતે આવી શક્યા નથી.પણ એમનાં તરફથી ઉપરોક્ત સહાયોનું વિતરણ ચાલુ વર્ષે પણ કરી દેવામાં આવ્યું છે.એમનાં વતી સર્વશ્રી ઈબ્રા હીમ એમ. મેમાન, મોહમદ ભાઈ કારા મેમાન, મોહમદ ભાઈ ઇસ્માઇલ મેમાન, સલીમ આઈ. પાંડોર, ગુલામ મોહમદ એમ.પાંડોર વગેરેઓની હાજરીમાં ઉપરોક્ત સહાયોનું વિતરણ કરવામાં આવ્યું છે. ગરીબ હાજત મદ પરિવારોએ હાજી યુસુફભાઈ મેમાન (મલાવી) અને એમને મદદ કરનારા તમામનો આભાર વ્યક્ત કર્યો છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
