સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કામરેજ મુકામે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખપદના ઉમેદવારનો વિજય સમર્થન કાર્યક્રમ

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કામરેજ મુકામે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખપદના ઉમેદવારનો વિજય સમર્થન કાર્યક્રમ
Spread the love

અગામી તારીખ ૩૧ મી ઓક્ટોબરના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી ગાંધીનગર મુકામે યોજાનાર હોઈ, જેમાં પ્રમુખ માટે બે ઉમેદવાર, મહામંત્રી માટે બે ઉમેદવાર હોઈ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા, કામરેજ ઉમાં મંગલ હોલ ખાતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખપદના ઉમેદવાર દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી પદના ઉમેદવાર સતિષભાઈ પટેલનો વિજય સમર્થન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત બે મિનિટનુ મૌન પાડી, ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મેહમાનોનુ કિરીટભાઈ પટેલે સ્વાગત પ્રવચન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા સુરત, તાપી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, નવસારી જિલ્લા સંઘના પ્રમુખ, મંત્રી અને ડેલિગેટોએ હાજર રહી સમર્થન આપ્યું હતું .આમ દશ જેટલાં જિલ્લાઓનુ જાહેરમા સમર્થન જોતા વર્તમાન પ્રમુખ દિગ્વિજય સિંહ અને મહામંત્રી સતિષભાઈ પટેલનો વિજય નિશ્ચિત લાગી રહ્યો છે. એમ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, અરવિંદભાઇ ચૌધરીએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દશ જિલ્લાના પ્રમુખ, મંત્રી, અને ડેલિગેટ ને સમર્થનમા ભેગા કરવા સુરત જિલ્લાસંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે સુંદર આયોજન કર્યું હતું.તેમજ અન્ય સુવિધા કામરેજ તાલુકા સંઘના પ્રમુખ અસ્વિન પટેલ, સિરાજભાઈ મુલતાનીએ તેમજ અન્ય હોદ્દેદારોએ કરી હતી.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20201028-WA0150.jpg

Right Click Disabled!