રાજકોટ શહેર સિવિલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીને માર મારતો વિડીયો વાયરલ

રાજકોટ શહેર સિવિલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીને માર મારતો વિડીયો વાયરલ
Spread the love

રાજકોટ શહેર સિવિલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર રહેલા દર્દી પ્રભાકર ભાઇદાસ પાટીલને હોસ્પીટલ અને સિક્યુરીટીના સ્ટાફે માથે ચડી ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાના પડઘા વિધાનસભા સુધી પડ્યા હતા. આ અંગે મૃતક પ્રભાકરના પરીવારજનોએ મારના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે મૃતક પ્રભાકરના પત્ની સપના પાટીલે પ્ર.નગર પોલીસ P.I ને આવેદન પાઠવી રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમના પતી એચ.જે. સ્ટીલમાં નોકરી કરતા હતા. તેમને કોઇ જાતની માનસીક બીમારી ન હતી.

કોવિડ હોસ્પીટલમાં દાખલ કર્યા બાદ તબીબોનો સંપર્ક કરતા તેમણે દર્દીની સ્થિતિ સારી અને નોર્મલ હોવાનું જણાવ્યું હતું. અને મૃત્યુ થયા બાદ મહારાષ્ટ્રમાં અંતિમવિધિ કરવા ગયા હતા વિડીયો વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટ રીતે તેમના પતિને માર મારીને મોતને ઘાટ ઉતારી દિધાનું દેખાઈ રહ્યું છે. તેમના પતિ ઉપર ચડી ઢોર માર મારનાર હોસ્પીટલના સ્ટાફ અને સિક્યુરીટી વિરુધ્ધ ગુનો નોંધવા માંગ કરી છે. તથા પતિના મોતથી તેમના બંને સંતાનો નિરાધાર થઇ ગયા હોય ઘરમાં કોઇ કમાવવાવાળુ ન હોય સરકાર આર્થિક સહાય ચુકવી ન્યાય અપાવે તેવી માંગ કરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200925-WA0044.jpg

Right Click Disabled!