રાજકોટ મહાનગરપાલિકા બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

રાજકોટ શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયેલા રહેતા હોય તેવા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો જાય છે. કોરોનાની સાથો સાથ લોકોને ડેન્ગ્યુ અને મેલેરિયાનો પણ ડર સતાવી રહ્યો છે. વોર્ડનં.૧૪ માં ચૂનાનો છંટકાવ કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આ ચૂનો છે કે અન્ય વસ્તુ તે અમને ન ખબર હોય. અમને ઓફિસેથી કહેવામાં આવ્યું છે કે આ પાઉડર છે. તમે છાંટી આવો. આ પાઉડર છે કે ચૂનો તે વિશે અમને ખબર નથી. વોર્ડનં.૧૪ માં ફરજ બજાવતા રાઠોડે વીડિયોમાં જણાવ્યું હતું કે, આ ચૂનો જ છે. ખુલ્લા રસ્તા પર જ આ ચૂનો છાંટવામાં આવે છે.
ખરેખર આનો છંટકાવ પાણી ભરાયેલા વિસ્તાર, ગટરની નજીકના વિસ્તારમાં છંટકાવ કરવાનો હોય છે. તેવું લોકો વીડિયોમાં અધિકારીને કહે છે. અધિકારી રાઠોડે વધુમાં વીડિયોમાં જણાવ્યું હતું કે, ચૂનો આવે છે. મેલાથીયન આવતું નથી. અત્યારે છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તે ચૂનો જ છે. અમારે ચૂનો આવે છે. એટલે અમે તેનો છંટકાવ કરીએ છીએ. તમે લોકો કમિશનર પાસે જઈને રજુઆત કરો. પહેલા મેલાથીયનનું બે પેકેટ આવતું અને હવે આવતું નથી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)
