કડી નગરપાલિકા પરિસર ખાતે વિજય રથને લીલીઝંડી આપવામાં આવી

કડી નગરપાલિકા પરિસર ખાતે વિજય રથને લીલીઝંડી આપવામાં આવી
Spread the love
  • કોવિડ વિજયરથ નું કડી ખાતે ભવ્ય સ્વાગત

કોવિડ સામેની લડાઈ માં લોકોમાં આત્મવિશ્વાસ મજબૂત થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય તેવા હેતુથી રાજ્યમાં કોવિડ રથ નું કોરોના જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.ગુરુવાર ના રોજ મહેસાણા ના કડી નગરપાલિકા પરિસર ખાતે થી કોવિડ રથને તાલુકા આરોગ્ય અધિકારી ડો.કોકિલા બેન સોલંકી તથા નગરપાલિકા પ્રમુખ શ્રી શારદા બેન પટેલ ના વરદ હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધિકારીઓ કર્મચારીઓ તથા અગ્રણી શહેરી જન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ મા ઉપસ્થિત નાગરિકો એ રથ પ્રસ્થાનના પ્રસંગે કોવિડ વિજય રથ દ્વારા જનજન સુધી જાગૃતતા સંદેશ ફેલવવાના ભારત સરકારના આ અભિયાનની પ્રસંશા કરી હતી. ઉપસ્થિત મહાનુભાવો એ જણાવ્યું હતું કે સરકાર શ્રી દ્વારા લોકો ની જાગૃતિ માટે આ કોવિડ વિજય રથ નું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે ખુબજ ઉમદા અને અભિનંદન ને પાત્ર છે લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે.

ડી નગરપાલિકા ખાતેથી શરૂ થયેલ કોવિડ રથ કડી શહેરના વિશ્રામગૃહ,સામુહિક આરોગ્ય કેન્દ્ર,રાજેશ્વરી સોસાયટી,નાની કડી, કુંડાળ ગામ તેમજ કડીની બજારોની સાથે સાથે નંદાસણ તેમજ નવાપુરા અને આંબલિયસણ જેવા ગ્રામીણ વિસ્તારોમાં ફરી લોક જાગૃતિ સંદેશ ફેલાવશે.

IMG-20200924-WA0046.jpg

Right Click Disabled!