જૂનાગઢ જિલ્લામાં તા.22 તેમજ તા.3 રવિવારે મતદારયાદી સુધારણા કાર્યક્રમ

Spread the love

જૂનાગઢ. : જૂનાગઢ જિલ્લામાં મતદારયાદીની ખાસ ઝુંબેશ કુલ ૧૩૪૪ મતદાન મથક પર યોજાશે. આ કાર્યક્રમ તા. ૨૨/૧૧/૨૦૨૦, તા. ૨૯/૧૧/૨૦૨૦, તા. ૬/૧૨/૨૦૨૦ અને તા. ૧૩/૧૨/૨૦૨૦ દરમિયાન સવારે ૧૦ થી સાંજના ૫ કલાક સુધી જૂનાગઢ જિલ્લાના તમામ મતદાન મથકે યોજાશે. ચુંટણી કાર્ડમાં નવુ નામ નોંધાવવા ફોર્મ નં. ૬, ચુંટણીકાર્ડમાં નામ કમી કરાવવા ફોર્મ નં. ૭, ચુંટણી કાર્ડમાં નામમાં સુધારો કરાવવા ફોર્મ નં.૮ અને ચુંટણીકાર્ડમાં સ્થળ બદલાવવા ફોર્મ નં. ૮ ક ભરાવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, તા.૩૧-૧૨-૨૦૦૨ સુધીમાં જન્મ હોય તેવા વ્યક્તિઓનો સમાવેશ થઇ શકશે તથા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરના મતદારોના નામ મતદારયાદીમાં દાખલ થાય તથા ડેટામાં રહેલ ભુલો સુધારવા, મતદારોના કલર ફોટા મેળવવા, મતદાર યાદીમાં રહેલ ક્ષતિઓ સુધારવા, એકથી વધુ નામ હોય તો તે દુર કરવા, લાયક મતદારોના નામ મતદારયાદીમાં નોંધવાના રહી ગયેલ હોય તો તે દાખલ કરવા, સ્થળાંતર કરી ગયેલ મતદારોની ખરાઇ વગેરે થઇ શકશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Right Click Disabled!