વડાલી : રહેડા ગામના પાટીદારો પગપાળા સંઘ લઈ ઉંઝા જવા રવાના

વડાલી તાલુકા ના રહેડા ગામ ના 80 જેટલા પાટીદારો ઉજા ઉમિયા માતાજી ના દર્શને રથ લઈ ને પગપાળા આજે થયા રવાના. આજે વહેલી સવારે ઉમિયા માતાજી ની શોભાયાત્રા કરી ભારે ભક્તિ ભાવ સાથે આરતી પૂજા કરાઈ બહેનો દ્વારા રાસ ગરબા રમાય ત્યાર બાદ ગામ ના તમામ ભાઈઓ બહેનો એ પગપાળા સગ ને વિદાય આપી આ સંગ ત્રણ દિવસે ઉજા કુળદેવી ના દર્શને પહોચશે આ સગ નું આયોજન શ્રી પાટીદાર યુવા સંગ કરે છે ત્રણ દિવસ પગપાળા સંગ નો રહેવા જમવા નો તમામ ખર્ચ પાટીદારો સ્વ ખર્ચે કરે છે.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)
