જામનગર શહેરમાં નવા સ્મશાન મુદ્દે ધરણાં બાદ હવે પદયાત્રા

Spread the love
  • જામનગરમાં પત્રિકાઓનું વિતરણ કરાશે

જામનગર શહેરમાં ફક્ત બે જ સ્મશાન હોવાથી મૃતદેહ કલાકો સુધી રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ દરરોજ સર્જાય છે. મહાપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી બજેટમાં નવા સ્મશાનની લાલપુર બાયપાસ પાસે જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ તેના માટે ફંડ ફાળવાતું નથી. આ મુદ્દે વિરોધ પક્ષના કોર્પોરેટરો દેવશીભાઈ આહિરે તંત્રને જગાડવા લાલબંગલા સર્કલ ખાતે ત્રણ દિવસના ધરણા કર્યા હતા અને બાદમાં કમિશ્નરને સ્મશાન બનાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ તેનાથી તંત્રને કોઈ ફરક પડ્યો નહીં, પરંતુ સ્મશાન મુદ્દે કોર્પોરેટરો દ્વારા લડી લેવા માટે હવે તેને સાત દિવસની શહેરમાં પદયાત્રાનું આયોજન કર્યું છે તેમાં લાલ બંગલા સર્કલથી શરૂ કરી છેલ્લા દિવસે ખંભાળિયા ગેટ પાસે પદયાત્રા પૂર્ણ કરશે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!