મોડાસાના હંગામી ડેપોમાં ૩ દિવસથી પાણીનો દુકાળ

Spread the love

સરડોઇ : અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસાના હંગામી એસ.ટી. ડેપોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો દુકાળ પડયો છે. પાણીમાં બોર કૂવાની મોટરમાં ખામી સર્જાતા પાણી બંધ છે. ડેપોમાં પાણીની પરબ ઉપર મુસાફરો તરસ છીપાવવા જાય છે પણ નળમાં પાણીનું ટીપુંય આવતું ન હોવાથી રૂ.૨૦ની પાણીની બોટલ ખરીદવા મજબૂર બન્યાં છે. જ્યારે પાણીમાં અભાવે રાત્રી રોકાણ કરતી બસના ડ્રાઇવર અને કન્ડક્ટર હાલાકીમાં મુકાયા છે. પાણી બંધ રહેતા ડેપોના શૌચાલયને તાળા મારવા પડે તેવી સ્થિતિ છે.

દિનેશ નાયક, સરડોઇ

Right Click Disabled!