ધોધનું અવતરણ… એક Unstoppable falling.. રચના

ધોધ નું અવતરણ…આજ ! નદી પર સખી,
નદી નું અફસોસપૂર્ણ જીવન , લાગે..સખી !
કહેણ આપી , કદાચ પછતાય છે નદી સખી..
મજબૂરીઓ આગળ, હવે ધરે છે નદી સખી !
નીકળી ચૂક્યો છું, હું ખડક માંથી નદી સખી..
નડશે નહિ મને…,કંઈ..અવરોધ..નદી સખી !
આવી રહ્યો…છું ! મારી…લય ગતિએ સખી..
સમજાવી નહિ શકું મારું અવતરણ નદી સખી !
ગુંગળામણની પીડામાં, ઘૂમરાતો હું નદી સખી..
આવ્યો છું…બહાર…તારા થકી હું, નદી સખી!
રખડતો , આથડતો , પછડાતો પહોંચ્યો છું…
હવે લય પામ્યો છું ને ધોધ નામ પછી સખી !
દુનિયાને મન આ દ્રશ્ય માત્ર કુદરતનું ‘શિલ્પી’,
દિવ્યતમ રચના ને કામ : પ્રભુ નું સરળ સખી !
***********************************
(કવિ) પંકજ દરજી ‘શિલ્પી’
