બડોલી પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક વિષય પર વેબિનાર

બડોલી પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક વિષય પર વેબિનાર
Spread the love

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર ,પ્રેરિત પ્રમુખસ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર બડોલી ખાતે એક ઓનલાઇન વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું. જેનો વિષય આવનાર સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ, આ વિષય ઉપર પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ, દ્વારા એક ઓનલાઇન વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું. જેના નિષ્ણાત તરીકે દીપ શાહ, ખુશ્બુ શાહ અને આરજુ મેડમ હતા. આ વિષય પર તેમણે વિવિધ શાળાઓના બાળકોને PPT પ્રેઝન્ટેશન દ્વારા પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે.

આવનાર સમયમાં તેના નિવારણ માટે કેવા પગલાં લેવા તે માટે માહિતી આપી સાથે સાથે આ એક અભિયાન તરીકે પણ વર્ણવ્યું ,આ વિભાગ દ્વારા બાળકો માટે એક કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવતું હોય છે તેની પણ વિગતવાર માહિતી આપી કોમ્પિટિશનમાં જે વિજેતા થાય તેને ડિજિટલ સર્ટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે સમગ્ર વેબીનારનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર ના સંવાહક દિપકભાઈ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર અનિલભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20210225-WA0104.jpg

Right Click Disabled!