જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડની PPE કીટ પહેરી મુલાકાત લેતા કલેકટર ડો. પારઘી

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડની PPE કીટ પહેરી મુલાકાત લેતા કલેકટર ડો. પારઘી
Spread the love
  • દર્દીઓને હેલ્પ ડેસ્કના માધ્યમથી ઘરની વસ્તુઓ મળશે
  • નર્સીંગ સ્ટેશન માટે તાત્કાલીક ૯ કુલરની વ્યવસ્થા કરાઈ
  • હેલ્પ ડેસ્ક પરથી સવાર સાંજ રોજ બે કલાક દર્દીઓના સંબંધીઓને વિડિયો કોલીંગની સુવિધા

જૂનાગઢ : મેડિકલ કોલેજ સંલગ્ન જૂનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડની આજે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી,જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી,મદદનીશ કલેકટર અંકિત પનુ આર. એમ. ઓ. ડો. પી જી.સોલંકીની સાથે મુલાકાત લીધી હતી. કોરોના વોર્ડની મુલાકાત દરમ્યાન નર્સિંગ સ્ટાફ અને તબીબો બેસતા હોય દર્દિઓને તપાસતા હોય ત્યા કુલરની આવશ્યકતા હોય જિલ્લા કલેકટરશ્રીએ તાત્કાલીક ૯ કુલરની વ્યવસ્થા કરાવી હતી. આ કુલર તાત્કાલિક આવી જતાં નર્સિંગ સ્ટાફને સતત પી.પી.ઈ કીટમાં રહેવાથી ગરમીથી રાહત મળશે

જિલ્લા કલેકટરે કોરોના વોર્ડમાં સારવાર લેતા પુરૂષ અને મહિલા દર્દીઓની મુલાકાત લઈ તેમને મળતી દવા-સારવાર-જમવાની વ્યવસ્થા સાથે તેમના ખબર-અંતર પૂછ્યા હતા. દર્દીઓએ હોસ્પિટલમાં મળતી સારવારથી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લા ક્લેક્ટરશ્રીએ વેન્ટીલેટર,ઓક્સીજન વ્યવસ્થા આઈ. સી.યુ. વોર્ડની સુવિધા સહિતનુ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે કોરોના વોર્ડના ડોકટરો પાસેથી પણ દર્દીઓની સારવાર સાર સંભાળ અંગે રિવ્યુ કર્યો હતો.

હોસ્પિટલ ખાતે તારીખ ૨૪ સપ્ટેમ્બરથી હેલ્પ ડેસ્કની સુવિધા કાર્યરત થશે તેમ આ તકે આર. એમ.ઓ ડો. સોલંકીએ જણાવી કહ્યું કે હેલ્પ ડેસ્ક પરથી સવારે ૧૦ થી ૧૨ અને બપોર બાદ ૪ થી ૬ દર્દીઓના સંબંધીઓને વીડિયો કોલિંગની સુવિધા આપવામાં આવશે. જેથી તેઓ પોતાના સ્વજનો સાથે વાત કરી શકે સારવાર તબિયતની વિગતોની જાણકારી મેળવી શકે.

હોસ્પિટલમાં દર્દીઓને સમયસર ભોજન આપવામાં આવે છે. અને ભોજનની ગુણવત્તા પર પણ સતત વોચ રાખવામાં આવે છે. આમ છતાં દર્દીને તેમના સંબંધી કોઈ વસ્તુ બહારથી પહોંચાડવા માગતા હોય તો હેલ્પ ડેસ્કના માધ્યમથી હેલ્થ કર્મચારીઓ ચેક કરી દર્દી સુધી વસ્તુઓ પહોંચાડશે. આ માટે સવારે ૧૧ થી ૧૨ અને સાંજના ૬ થી ૭ નો સમય નક્કી કરવામાં આવ્યો છે. તેમ ડોક્ટર સોલંકીએ વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૩૦૦ બેડના સિવિલ હોસ્પિટલ સ્થિત કોરોના વોર્ડમાં ૮૦ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે કલેકટરશ્રી હોસ્પિટલની મુલાકાત દરમિયાન દર્દીઓની સારવારમાં કાર્યરત તબીબો, ફ્લોર મેનેજમેન્ટ કરતા તબીબો તેમજ પેરામેડીકલ સ્ટાફને પણ માર્ગદર્શન આપ્યું હતું

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

collector-visit-1.jpg

Right Click Disabled!