સરદાર સરોવર યોજનાને કેમ લટકાવી રાખી : મુખ્યપ્રધાન

સરદાર સરોવર યોજનાને કેમ લટકાવી રાખી : મુખ્યપ્રધાન
Spread the love

અમદાવાદ : કચ્છનો ખેડૂત પાણી માટે વલખા મારતો હતો ત્યારે કૉંગ્રેસે નર્મદા યોજનાને કેમ લટકાવી: રૂપાણી જ્યારે કચ્છ સહિત ગુજરાતનો ખેડૂત પાણી માટે વલખા મારતો હતો ત્યારે ૭૦ વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર યોજનાને કેમ લટકાવી રાખી, સાત વર્ષો સુધી ડેમના દરવાજા લગાડવાની મંજૂરી કેમ ન આપી…?

એવો સવાલ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો હતો.રૂપાણીએ અબડાસા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત પ્રથમ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડા પ્રધાન બન્યાના ૧૭ દિવસમાં જ નર્મદા ડેમના દરવાજા લગાડવાની મંજૂરી આપી તો કોંગ્રેસને આટલાં વર્ષોથી આ પરવાનગી આપવા માટે કોણ રોકી રહ્યું હતું…?

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપાની નર્મદા ડેમ યોજના પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે જ આજે મા નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યા છે. કચ્છને પાણીદાર બનાવવા ભાજપા સરકાર કટિબદ્ધ છે.રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે પ્રજાની સરકાર એટલે કે ભાજપાની સરકાર છે, ખેડૂતો, ગરીબો, મહિલાઓ, યુવાનોની સરકાર છે.

રાજ્યની ભાજપ સરકારે રાજ્યમાં વસતા દરેક વર્ગો માટે અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકી છે, ગુજરાતની શાંતિ, સલામતી માટે ભાજપા સરકાર કટિબદ્ધ છે. ‘ગુંડાઓ ગુંડાગીરી છોડે અથવા ગુજરાત છોડે ના સૂત્ર સાથે રાજ્ય સરકારે ગુંડા એકટ લાવીને કાયદાઓને વધુ કડક કર્યા છે, ગેરકાયદે નાગરિકોની જમીન પચાવી પાડતા ભૂમાફિયાઓ લુખ્ખા તત્ત્વોને બાનમાં લેવા માટે રાજ્ય સરકારે નવો કડક કાયદો બનાવ્યો છે.

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસને ખેડૂતો વિશે કઈ બોલવાનો અધિકાર જ નથી, ખેડૂતોને ન તો પાણી આપ્યું, ન તો વીજળી આપી, ન તો ખાતરની પૂરતી વ્યવસ્થા કરી, ન તો ટેકાના ભાવથી ખેડૂતોના પાકની ખરીદી કરી અને હવે જ્યારે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો ખેડૂતોને વધુ સુખી સંપન્ન બનાવવા માટે ખેડૂતો માટે ઐતિહાસીક નિર્ણયો કરી રહી છે, ત્યારે કોંગ્રેસ પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરી રહી છે.

BJP-7-960x640.jpg

Right Click Disabled!