મહાનગરપાલિકાની વાહવાહ મેળવવા પીઆર એજન્સીનો સહારે

મહાનગરપાલિકાની વાહવાહ મેળવવા પીઆર એજન્સીનો સહારે
Spread the love

સુરત મહાનગરપાલિકાની કોવિડની કાગમીરી દરમિયાન મ્યુનિ.ની કામગીરીના પ્રચાર પ્રસાર માટે પ્રેસ નોટ તૈયાર કરવા માટે દિલ્હીની પી.આર એજન્સીની પેઈડ સર્વિસ લીધી હોવાનું બહાર આવ્યું છે. 1.65 લાખનો માસિક કોન્ટ્રાકટર હવે માર્ચ-2021સુધી લંબાવવાની દરખાસ્ત આવતા આખો મામલો બહાર આવતા લોકોના પૈસે વાહવાહ મેળવવાની નીતિથી વિવાદ સર્જાયો છે.

કોરોના સામે લડી રહેલી સુરત મહાનગરપાલિકા સામે ખીચડી કૌભાંડ હજી શમ્યું નથી ત્યાં કોરોનાની કામગીરીના વાહવાહ મેળવવા માટે દિલ્હીની પીઆર એજન્સીની પેઈડ સર્વિસ લેવાનો નવો વિવાદ બહાર આવ્યો છે. મ્યુનિ. તંત્ર કોરોના કામગીરીમાં અત્યારસુધી રૃા. 95.50 કરોડ ખર્ચી ચૂકયું છે અને બીજું ચૂકવણું બાકી છે

ત્યારે પીઆર એજન્સીની પેઈડ સર્વિસ વાત બહાર આવી છે. દિલ્હીની અખીયા મીડિયા સર્વિસ પ્રા.લીને જુલાઇથી સપ્ટેમ્બર-2020 સુધી મ્યુનિ., સિવિલ હોસ્પિટલની કામગીરી, નકારાત્મક સમાચારોન રદીયો, પ્રેસનોટ તૈયાર કરવાની કામગીરી સોંપાઇ હતી. તે માટે પ્રતિ મહિને રૃા.1.65 લાખ વત્તા જીએસટી ચૂકવવાનું નક્કી થયું હતું.

કોન્ટ્રાકટ પુર્ણ થયા બાદ અગાઉના રેટ મુજબ જ માર્ચ-2020 સુધી કોન્ટ્રાકટર લંબાવવા દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ આવી છે. મ્યુનિ સિવિલની સારી કામગીરીની સ્થાનિક મીડિયાએ સરાહના કરી છે તેમજ વિવાદી કામગીરી પર પ્રકાશ પણ પાડયો છે. છતા લોકોના પૈસા પી.આર એજન્સી પર લૂંટાવવાને કારણે આ વિવાદ પણ આગળ વધે તેવા એંધાણ છે.

content_image_f2b1a08b-1a59-4ceb-9700-3b4ab5ec25d2.jpg

Right Click Disabled!