મહિલાઓ કરશે દેશની સુરક્ષા

મહિલાઓ કરશે દેશની સુરક્ષા
Spread the love
  • રાફેલ ઉડાડશે: નૌસેનાના યુદ્ધ જહાજ પર પહેલી વખત બે મહિલા અધિકારીની નિમણૂક

નવી દિલ્હી: ભારતીય નૌસેનામાં પુરુષ અને મહિલા નૌસૈનિકો વચ્ચે કોઇ જાતનો ભેદભાવ ન રખાતો હોવાની વાત સાબિત કરવા માટે પહેલી વખત યુદ્ધ જહાજ પર બે મહિલા અધિકારીને તહેનાત કરવામાં આવી છે. સબ લે. કુમુદિની ત્યાગી અને સબ લે. રિતિસિંહ નામની બે મહિલા અધિકારી મલ્ટીરૉલ હેલિકૉપ્ટરમાં લગાડવામાં આવેલા સેંસરને ઑપરેટ કરવાની તાલીમ લઇ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને મહિલા અધિકારી નવા એમએચ-૬૦ હેલિકૉપ્ટર નામના દુનિયાના સૌથી આધુનિક મનાતા મલ્ટીરૉલ હેલિકૉપ્ટરમાં કામકરશે. આ મલ્ટીરૉલ હેલિકૉપ્ટરનો ઉપયોગ દુશ્મનના યુદ્ધ જહાજો અને સબમરીનને શોધીને ગેરમાર્ગે દોરવા માટે થાય છે.૨૦૧૮માં તત્કાલિન સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ૨.૬ અબજ ડૉલરની કિંમતે આ હેલિકૉપ્ટર ખરીદવા માટે મંજૂરી આપી હતી.રાફેલ ઉડાડશે ભારતીય વાયુસેનામાં નવા દાખલ કરાયેલા ફાઇટર જૅટ રાફેલના ગૉલ્ડન ઍરોવાળા કાફલામાં ટૂંક સમયમાં મહિલા પાઇલટને સામેલ કરવામાં આવશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ મહિલા પાઇલટ રાફેલ ઉડાડવાની તાલિમ લઇ રહી છે. મહિલા પાઇલટ અત્યાર સુધી મિગ-૨૧ ફાઇટર વિમાન ઉડાડતી હતી અને આંતરિક પ્રક્રિયા દ્વારા રાફેલની તાલિમ માટે એની પસંદગી કરવામાં આવી છે. હાલ ભારતીય વાયુસેના પાસે ૧૮૭૫ મહિલા અધિકારીઓ છે અને એમાંથી ૧૦ મહિલા ફાઇટર પાઇલટ અને ૧૮ મહિલા નૅવિગેટર્સ છે.ગત સપ્તાહ દરમિયાન રાજ્ય કક્ષાના સંરક્ષણ પ્રધાન શ્રીપદ નાઇકે સંસદને જણાવ્યું હતું કે વ્યુહાત્મક અને ઑપરેશનલ જરૂરિયાત પ્રમાણે ભારતીય વાયુસેનામાં મહિલા પાઇલટની ભરતી કરવામાં આવી રહી છે.

EifmSQqXcAI7Q4r.jpg

Right Click Disabled!