નવદુર્ગાની શક્તિ સ્વરૂપ સ્કંદમાતાની આરાધના

નવદુર્ગાની શક્તિ સ્વરૂપ સ્કંદમાતાની આરાધના
Spread the love

ભગવાન સ્કંદજી બાલરૂપે માતાજીના ખોળામાં બેસેલા છે માટે તેમને સ્કંદમાતા તરીકે ઓળખવામાં આવે છે.ભગવાન સ્કંદ “કુમાર કાર્તિકેય”ના નામે પણ ઓળખાય છે.તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ હતા.જેનું વર્ણન પુરાણોમાં જોવા મળે છે… સ્કંદમાતાનું સ્વરૂપ એ સ્ત્રી કે પુરૂષનુ છે.જે માતા પિતા બનીને પોતાના બાળકોનું ભરણ પોષણ કરે છે.અને તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે…

સ્કંદમાતાના ચાર હાથ હોય છે.તેમના બે હાથમાં કમળ પુષ્પ ધારણ કરેલા છે જ્યારે ડાબો હાથ આશીર્વાદ આપતી મુદ્રામાં છે.તેમનો રંગ સંપૂર્ણ ગોરો છે.અને સ્કંદમાતા કમળના આસન પર બિરાજેલા રહે છે.માટે તેમને”પદમાસના દેવી”તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે… માં સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે.અને આ મૃત્યુલોકમાં જ ભક્તોને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે અને તેમના માટે ભવસાગરના દુઃખો માંથી મુક્તિ મેળવી મોક્ષના દ્વાર ખૂલી જાય છે… જાપ મંત્ર- ”

ॐ देवी स्कन्दमातायै नम :

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)
લોકાર્પણ ન્યૂઝ

IMG_20201021_082551.jpg

Right Click Disabled!