રાજકોટની ચિક્કી માટે હવે રાજકોટ જવું નહીં પડે

રાજકોટની ચિક્કી માટે હવે રાજકોટ જવું નહીં પડે
Spread the love

બાલાજી વેફર્સ વઢવાણની મૅક્સન સાથે મળીને ચિક્કીનું પ્રોડક્શન કરશે રાજકોટની ચિક્કી ભલે દુનિયાભરમાં જાણીતી હોય પણ એ ખાવી હોય તો તમારે રાજકોટ જતા કે પછી રાજકોટથી આવતા કોઈની પાસે મંગાવવી પડે, પણ હવે એવું નહીં બને. રાજકોટની બાલાજી વેફર્સ વઢવાણની મૅક્સન કંપની સાથે ટાઇઅપ કરીને ચિક્કીના હોલસેલ પ્રોડક્શનમાં આવી રહી છે.

જે દેશભરમાં એ ડિસ્ટ્રિબ્યુટ થશે. ચિક્કીના પ્રોડક્શન માટે બાલાજી વેફર્સે એક મશીન બનાવ્યું છે તો જમર્નીની એક કંપની સાથે ટાઇઅપ કરીને એક મશીન ડેવલપ કરાવ્યું છે. આ મશીનમાં ચિક્કી બનશે. ચિક્કીનું માર્કેટિંગ બાલાજીના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં થશે તો સાથોસાથ મૅક્સન દ્વારા પણ એનું માર્કેટિંગ કરવામાં આવશે. મૅક્સન કંપની નેસ્લે, કૅડબરી અને હર્શિઝ અને પાર્લે જેવી નૅશનલ અને મલ્ટિનૅશનલ કંપની માટે ઑલરેડી જૉબવર્ક કરે છે.

મૅક્સનના માલિક અને બીજેપીના ધારાસભ્ય ધનજીભાઈ પટેલે કહ્યું હતું, ‘ચિક્કીનું માર્કેટ ખૂબ મોટું છે પણ સ્થાનિક બજાર સિવાય ક્યાંય એ મળતી નહીં હોવાથી એ સીમિત બજારમાં જ ઉપલબ્ધ હતી, પણ હવે એવું નહીં થાય શિયાળા દરમ્યાન દરરોજ ત્રણસોથી ચારસો કિલો ચિક્કી બને છે અને ખવાય છે. બાલાજી આ સીઝનમાં જ ચિક્કી માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી દેશે. બાલાજીના માલિક ચંદુભાઈ પટેલે કહ્યું હતું, લોકપ્રિય મીઠાઈઓ દેશભરમાં ઉપલબ્ધ છે ત્યારે રાજકોટની પૉપ્યુલર ચિક્કી પણ બધી જગ્યાએ મળે એ અમારી ઇચ્છા ફાઇનલી ફળીભૂત થઈ છે

chiki_d.jpg

Right Click Disabled!