અમદાવાદમાં ગરીબી વધી રહી હોવાનું પુરવાર કરતા ગુજરાત સરકારના આંકડા..!

અમદાવાદમાં ગરીબી વધી રહી હોવાનું પુરવાર કરતા ગુજરાત સરકારના આંકડા..!
Spread the love

અમદાવાદ એ ગુજરાતની આર્થિક રાજધાની છે. ગાંધીનગર ભલે ગુજરાતનું પાટનગર હોય પણ ગુજરાતની વાત આવે અને એમાં અમદાવાદનો ઉલ્લેખ ન થાય તોજ નવાઈ. હેરિટેજ સિટી અમદાવાદમાં ગરીબ પરિવારોની સંખ્યા વધી હોવાનું ખુદ રૂપાણી સરકારે વિધાનસભામાં સ્વીકારતા સમગ્ર રાજ્યમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ગઈકાલ બુધવારે નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થાય તે પહેલા હાથ ધરાયેલી પ્રશ્નોત્તરીમાં અમદાવાદમાં ગરીબ પરિવારની સંખ્યા વધી હોવાનું બહાર આવ્યું છે. ખુદ ગુજરાત સરકારે જ આ આંકડા આપ્યા હતા.

અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ગરીબ પરિવારની સંખ્યામાં 497પરિવાર નો વધારો થયો હોવાનું રાજ્ય સરકારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખના એક પ્રશ્નના જવાબમાં સ્વીકાર્યું હતું. જોકે, અતિગરીબ પરિવારની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં 314 પરિવારનો ઘટાડો થયો છે. અમદાવાદમાં છેલ્લાં બે વર્ષ એટલે વર્ષ 2018માં 247 અને વર્ષ 2019માં 250 મળીને કુલ 497 ગરીબ પરિવારની સંખ્યા વધી છે. જ્યારે અતિગરીબ પરિવારની સંખ્યા વર્ષ 2018માં 170 અને વર્ષ 2019માં 144 મળીને કુલ 314ની ઘટી છે.

રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!