રાજકોટ મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડિસઇન્ફેક્શન મશીન ચાલુ કર્યું

રાજકોટ મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડિસઇન્ફેક્શન મશીન ચાલુ કર્યું
Spread the love

કોરોના સામેના અટકાયતી પગલાં લેવાના ભાગ રૂપે મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી થઈ રહી છે. ત્યારે આજે મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડિસઇન્ફેક્શન મશીન ચાલુ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા ખાતે આવતા સ્ટાફ અને અન્ય લોકો આ મશીનમાં થોડી પળો ઉભા રહી ડિસઇન્ફેકટ થઈ શકે છે. આજે માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય. ડેપ્યુટી મૅયરશ્રી અશ્વિનભાઈ મોલિયા. શાસક પક્ષના નેતાશ્રી દલસુખભાઈ જાગણી. ઉપરાંત મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. આ મશીનમાં હાઈડ્રોજન પેરોકસાઈડ લિકવિડનો ઉપયોગ થાય છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200329-WA0108.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!