માણાવદરના ઇન્દ્રા ગામે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

માણાવદરના ઇન્દ્રા ગામે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ
Spread the love

માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામે કોરોના વાઇરસનો પોઝિટીવ કેસ આવતા ઇન્દ્રા ગ્રામ પંચાયત સહિતના વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે માણાવદર પીએસઆઇ પી.વી.ધોકડીયા અને પોલીસ , હોમગાર્ડઝ, જી.આર.ડી. જવાનો દ્રારા ઇન્દ્રા ગામે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતુ ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં લોકડાઉનના નિયમનું ચુસ્તપણે પાલન થાય અને લોકોમાં જાગૃતિ હેતુસર લોકડાઉનનું પાલન કરે બીનજરૂરી ધરની બહાર ન નિકળવું તેમજ માસ્ક સતત બાંધવું લોકોને જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવેલ હતો.

ફૂટ પેટ્રોલીંગ ઇન્દ્રા ગામના ઝાપાથી શરૂ કરવામાં આવ્યું હતુ ગામની દરેક શેરીઓમાં પગપાળા ચાલીને ફૂટ પેટ્રોલીંગ કરીયું હતુ આ ફૂટ પેટ્રોલીંગ માં પીએસઆઇ ધોકડીયા સાહેબ, પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર જીજ્ઞેશભાઇ રવૈયા , હોમગાર્ડઝ મહેન્દ્રભાઈ, જી.આર.ડી. બગથરીયા સહિતના જોડાયા હતા.

રીપૉર્ટ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20200523-WA0070.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!