અધિક મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે યોજાઈ વિડીયો કોન્ફરન્સ

અધિક મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે યોજાઈ વિડીયો કોન્ફરન્સ
Spread the love
  • જૂનના પહેલા અઠવાડિયામાં વરસાદની આગાહી
  • ચોમાસાની ઋતુમાં કોવિડ-૧૯ અન્વયે લેવાની થતી તકેદારી અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ
  • હવામાન ખાતા દ્વારા સંભવિત સાયકલોનીક પરિસ્થિતિ તેમજ ચોમાસા અંગે પ્રેઝન્ટેશન કરાયું

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે ગઈકાલે ચોમાસાને અનુલક્ષીને વિડિઓ કોંફરન્સ યોજાઈ હતી. અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વીડિયો કોંફરન્સમાં ચોમાસામાં કરવામાં આવતી કામગીરી દરમિયાન કોવિડ-૧૯ને અનુલક્ષીને વધારાની લેવાની તકેદારી અન્વયે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત આ બેઠકમાં જિલ્લા કક્ષાની આગામી ચોમાસાની ઋતુ અન્વયે થયેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા આગામી જૂન માસના પ્રથમ અઠવાડિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના અનુસંધાને સંભવિત સાયકલોનીક પરિસ્થિતિ તેમજ ચોમાસા અન્વયે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પટેલ, ડૉ. એ. કે. સિંઘ, ડૉ. જાટ તેમજ ડિઝાસ્ટર મામલતદાર શ્રી બિરજુ પંડ્યા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
જિલ્લા માહિતી કચેરી – અમરેલી

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200528-WA0031-2.jpg IMG-20200528-WA0033-1.jpg IMG-20200528-WA0032-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!